બનાસકાંઠાના રાજસ્થાન બોર્ડર પર ધાનેરા તાલુકાના વિંછીવાડી પાસે રાજસ્થાનથી આવતી ખાનગી બસ અને રિક્ષા વચ્ચે કરૂણ અકસ્માત સર્જાયો હતો. તેમાં બે મહિલા, એક પુરૂષ અને એક બાળક સહિત ચાર લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ આંક પાંચ થયો હતો. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મૃત્યુદરમાં વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.
ધાનેરા પોલીસે રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ કંપનીના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ખાનગી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા ગવાડી વિસ્તારમાં રહેતો અરબાઝ શેખ નામનો રિક્ષાચાલક તેના બે મિત્રો સાથે રાજસ્થાનના સાચોર પાસેની પીરની દરગાહ પર શ્રદ્ધાંજલિ આપવા માટે રિક્ષા લઈને ગયો હતો.
ડીસાથી પીર કી દરગાહના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રીક્ષાચાલક રાધનપુરના ફુલવાડી પરિવારને મળ્યો હતો અને રીક્ષા ચાલકે રાધનપુરના ફુલવાડી પરિવારને પોતાની રીક્ષામાં બેસાડી લીધો હતો. અને તે દરમિયાન વિંછીવાડી પાસે રાજસ્થાન તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી એક રિક્ષા ઓવરટેક કરવા જતી હતી કે રિક્ષાને અડફેટે આવી હતી. રિક્ષા ચાલક અરબાઝ શેખ, નિલમબેન તુલસીભાઈ ફુલવાડી અને દિવાબેન નરેશભાઈ ફુલવાડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ ધાનેરા 108ની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આઠ ઇજાગ્રસ્તોને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જે પૈકી 10 વર્ષના શંકરભાઈ તલશાભાઈ ફુલવાડીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા તલશાભાઈ માનાભાઈ ફુલવાડી, ભાનુબેન પોપટભાઈ ફુલવાડી, દરિયાબેન રણજીતભાઈ ફુલવાડી, સાહિલભાઈ ઝાકીરભાઈ શેખ, સાહિલભાઈ અકબરભાઈ શેખ અને
અન્ય બે નાના છોકરાઓને ધાનેરા રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ ખાનગી ટ્રાવેલ્સનો ચાલક ટ્રાવેલ મુકીને સ્થળ પરથી ભાગી ગયો હતો. ધાનેરા પોલીસે રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ કંપનીના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.