આગામી 24 કલાક રાજ્યના આ વિસ્તાર માટે ખુબ ભારે, દરિયા પોર્ટમાં ત્રણ નુંબરનું સિગ્નલ આપવામાં આવ્યું…

અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદની સિઝનનો 50 ટકા જેટલા વરસાદ ખાપકી ચૂક્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગ એ આગાહી જાહેર કરી છે, જણાવ્યા અનુસાર આવતા 24 કલાકમાં વરસાદનું જોર વધશે તેવી હવામાન વિભાગની આગાહી છે. આગામી 24 કલાક ગયા બાદ વરસાદનું ધીમે ધીમે રાજ્યમાં જોર કટી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

પરંતુ આવનારા 24 કલાક એ સમગ્ર રાજ્ય માંથી દક્ષિણ ગુજરાતના મુખ વિસ્તારો માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે હવામાન વિભાગના નિષ્ણાતોએ જણાવ્યું કે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારતીય અતિ ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના મુખ્ય અધિકારી ડાયરેક્ટર એવા મનોરમા મોહંતી એ માહિતી આપતા કહ્યું કે આગામી 24 કલાક માં વલસાડ દાદા નગર હવેલી નવસારી સુરત જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં જ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના ખૂબ જ ઓછી છે.

જ્યારે કચ્છ સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સોમનાથ અમરેલી જુનાગઢ ભાવનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જેવા વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી આગાહી છે. બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં સામાન્યથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે છે.

ત્યારે આગામી ત્રણ દિવસ સુધી હજી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે જ્યારે ત્રણ નંબરનું સિગ્નલ પણ પોર્ટમાં મૂકી દેવામાં આવ્યું છે. અલગ અલગ હવામાન વિભાગના નિષ્ણાતોનું કહેવું એવું છે કે 17 તારીખ બાદ વરસાદનો ધીમે ધીમે ચોર ઘટશે અને 24 જુલાઈએ મેઘરાજા ફરીથી એક વખત પોતાની કહેર બતાવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 50 થી લઈને 54 ટકા સુધીનો વરસાદ વરસી ચુક્યો છે જ્યારે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 10 ઇંચ નોંધાયો હતો બીજા છ તાલુકા એવા છે જ્યાં આઠ ઈંચ કરતા પણ વધારે વરસાદ કાલે નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published.