રાજ્ય ઉપર ફરી એક વખત આવી રહ્યું છે મોટું સંકટ જાણો કયા કયા વિસ્તારમાં વરસાદ ધબધબાટી બોલાવશે, વાવાઝોડાની અસર? દરિયામાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો…

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ માટે બોલાવી રહ્યો છે અમદાવાદની વાત કરીએ તો ગઈકાલે રાત્રે અમદાવાદમાં મેઘરાજા તૂટી પડ્યા હતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવ્યો હતો.

બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ટોટલ 115 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો જ્યારે બીજી બાજુ સાબરકાંઠાના વિજયનગરમાં પોણા છ ઇંચ વરસાદ નોંધાયો હતો ભારે વરસાદના કારણે જળાશયમાં ડેમની સપાટીમાં પણ ઉપર આવી હતી.

આ સાથે હરણાવ ડેમમાં ૮૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતા અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખેડબ્રહ્માના અને વિજયનગરના 10 ગામોને એલર્ટ કરાયા છે વેચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ અત્યારે સૂચિત કરી નાખવામાં આવ્યા છે. હિંમતનગરની હાથમતી નદીમાં અત્યારે ભારે વરસાદના કારણે નવા નીર આવ્યા છે.

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે આ સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી જાહેર કરાઈ છે ખાસ કરીને 15 ઓગસ્ટ થી લઈને 16 ઓગસ્ટ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગે આપી છે જ્યારે રાજ્યના બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દીધું છે દરિયામાં 40 થી 50 કિલોમીટરની ઝડપે ટૂંકાતા પવન સાથે ઊંચા મોજા પણ જોવા મળ્યા હતા જેના કારણે માછીમારોના જીવો ત્યારે તાળવે ચોંટ્યા છે ગીર સોમનાથના દરિયામાં આસપાસના વિસ્તારમાં ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાહી થયા હતા. આ સાથે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો હતો જેના કારણે હવામાન વિભાગ અત્યારે એલર્ટ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *