સમાચાર

દહેજના ત્રાસથી વધુ એક પરણિતાએ મોતને વ્હાલુ કર્યુ

આજકાલ દહેજ લેવાના રિવાજ ને કારણે દીકરીઓ ને લગ્નબાદ ખુબ જ દુઃખ ભોગવવું પડે છે, કયારેક તો દીકરીઓ દહેજ ના ત્રાસ થી એટલી હદ સુધી કંટાળી જાય છે કે છેલ્લે તેઓ આત્મહત્યા સુધી નું વિચારી લેતા હોઈ છે બસ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, 3 વર્ષના લગ્ન જીવનનો કરૂણ અંજામ આવ્યો. એક માતાએ એકની એક દિકરી ગુમાવતા ન્યાયની માંગ કરી.જયારે શહેરકોટડા પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી.

શહેરકોટડા પોલીસ સ્ટેશનની બહાર ચૌધાર આસુએ આક્રંદ કરી રહેલી માતા પોતાની દિકરીને ન્યાય મળે તેની આજીજી કરી રહયા છે દહેજ ના ત્રાસ થી કંટાળી ને કર્યો આપઘાત ઘટનાની વાત કરીએ તો આગ્રામાં રહેતા કિરણદેવી ભદૌરીયાએ પોતાની એકની એક દિકરી દામીનીએ રૂપિયા 10 લાખના દહેજથી કંટાળીને આપઘાત કરી લીધો છે. દિકરીના આપઘાતની રાત્રે દામીનીએ પોતાના ભાઈને ફોન કરીને કહયુ કે તેના સાસરીયા પરેશાન કરે છે તેને ઘરેથી લઈ જાય.

પરંતુ સવારે તો દામીનીના મોતના સમાચાર મળ્યા. જેમાં આરોપી પતિએ મૃતક પત્નીના ભાઈ ફોન કરી કીધું કે આપકી બહેનને ફાંસી ખાલી હૈ, લાશ લે જાવો. સાંભળી પરિવાર પગ નીચે જમીન સરકી ગઈ હતી. દિકરીને ગુમાવી દેતા આ પરિવાર તેના સાસરીયાને સજા થાય અને દિકરીને ન્યાય મળે તેવી માંગ કરી રહયા છે. 3 વર્ષના લગ્ન જીવનનો દુખંદ અંત, દોઢ વર્ષની દીકરીએ માતાની મમતા ગુમાવી

અમદાવાદમા રહેતા કુલદીપસિંહ કુશવાહ સાથે 2019મા દામીનીના લગ્ન થયા હતા. લગ્નના સમયે તેના માતા-પિતાએ રૂપિયા 4 લાખનુ દહેજ આપ્યુ હતુ. લાલચુ સાસરીયા વધુ 10 લાખના દહેજની માંગ કરીને દામીનીને ત્રાસ આપતા હતા. દામીનીને લગ્ન જીવન દરમ્યાન દોઢ વર્ષની દિકરી હતી.

પતિ કુલદીપસિંહ દારૂ પીને મારપીટ કરતો હતો. જયારે સસરા લાલસિંહ કુશવાહ સાસુ ધનોબેન કુશવાહ, નણંદ શાલીની, સપના અને કલ્પના પણ દહેજ માટે દામીનીને માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળીને દામીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. શહેરકોટડા પોલીસે પરણિતાના આપઘાત કેસમા પતિ કુલદિપસિંહ કુશવાહ અને તેના પિતા લાલસિંહની ધરપકડ કરી છે. જયારે સાસુ અને નણંદ ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *