રોજ-રોજ નડતર રૂપ બનતા સાસુ-સસરાને પતાવી દેવા દીકરાની વહુએ ઘડ્યું એવું કાવતરું કે, જાણીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે.. હોશ ઉડાવતી ઘટના…

પરિવારમાં એકબીજા સાથે હળી મળીને રાજી ખુશીથી જીવન જીવવું એની જ સાચી મજા છે. પરંતુ જો કોઈ વ્યક્તિને રોજ બરોજની હેરાનગતિ પહોંચાડવામાં આવે તો કોઈ પણ વ્યક્તિનું મગજ ખાલી ખમ થઈ જાય છે. અત્યારે વગર હેરાનગતિએ એક સાસુ સસરાને ખૂબ જ મોટું પરિણામ ભોગવવાનો વારો આવી ગયો છે, તેમજ માથાભારે વહુને કારણે અત્યારે આખો પરિવાર બરબાદ થઈ ગયો છે..

જ્યારે ઘરમાં દીકરાની વહુના પગલાં પડે ત્યારથી જ પરિવાર ની દિશા બદલાઈ જાય છે, કારણ કે દીકરાની વહુ પરિવારને ઉતરોતર પ્રગતિ કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. પરંતુ કેટલીક વખત રોજબરોજના લડાઈ ઝઘડા પણ થઈ જતા હોય છે. અત્યારે દોશીગઢ પાસે આવેલા કુંજી નગર પાર્કમાં રહેતી મમતા નામની મહિલાએ તેના સગા સાસુ અને સસરાને મોતને ઘાટ ઉતારી દીધા છે..

અને આ ઘટનાનો ખુલાસો આજે બે મહિના પછી થઈ જવા પામ્યો છે. વિનોદ કુમારના એકના એક દીકરા પ્રશાંતના લગ્ન મમતા નામની યુવતી સાથે કરવામાં આવ્યા હતા. જ્યારથી મમતા તેમના ઘરની અંદર આવી છે, ત્યારથી જ તેના માતા-પિતાના ખૂબ જ વખાણ કરતી હતી અને કહેતી કે હું જ્યારે મારા માતા-પિતા સાથે રહેતી ત્યારે મારે એક પણ વખત દુઃખનો સામનો કરવો પડ્યો નથી..

હું જે ચીજ વસ્તુ માંગુ તે મને તરત જ હાજરો હાજર મળી જતી હતી. પરંતુ અહીં સાસરે આવ્યા બાદ મને સુખેથી જીવન જીવવા મળતું નથી. મમતા પાણીની જેમ પૈસા વાપરતી હતી, એટલા માટે સાસુ અને સસરા બંને તેને લાડ પ્રેમથી સમજાવતા કે, આપણો પરિવાર મધ્યમ વર્ગીય પરિવાર છે. આપણે બચત કરીને જીવન જીવવું પડે છે.

પરંતુ તું પાણીની જેમ પૈસા વાપરીશ તો આવનારા સમયમાં આપણે જોયેલા સ્વપ્નને આપણે ક્યારેય પણ સાકાર કરી શકીશું નહીં, પરંતુ મમતાને આ બધી વાત મનમાં ખૂબ જ ખૂંચવા લાગી હતી અને તેને તેના સાસુ સસરા રોજ રોજ નડતરરૂપ બનતા હતા. એટલા માટે એક દિવસ તેને તેના સાસુ સસરાને તેના રસ્તા ઉપરથી હટાવી દેવાનું નક્કી કર્યું હતું અને એવું કાવતરું કાઢી નાખ્યું કે, તેને જાણીને ભલભલા લોકોની અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ છે..

તેમજ આખો પરિવાર હવે બરબાદ થઈ જવા પામ્યો છે, તો બીજી બાજુ મમતા એ પણ પોતાની જિંદગી બરબાદ કરી નાખી છે. અને હવે તેને જેલના સળિયા પાછળની હવા ખાવાનો વારો આવી ગયો છે. એક દિવસ તેને સાંજના સમયે ભોજનમાં પૂરી અને ખીર બનાવી હતી અને આ ખીર ની અંદર તેના સાસુ સસરાને ઝેર ભેળવીને ખવડાવી દીધી હતી..

તેનો પતિ કંપનીના કામકાજ માટે અન્ય શહેરમાં ગયો હતો અને એ વખતે મમતા એ તેના સાસુ સસરાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઉપરાંત તેણે તેના કોલેજના અન્ય સાથે મિત્રોને બોલાવીને સાસુ અને સસરા બંનેની લાશને ઊંચકી તેમના ગામ ની નજીકના તળાવમાં ફેંકાવી દીધી હતી..

ઘટનાની જાણકારી બે મહિના સુધી તો કોઈ વ્યક્તિને થઈ નહીં, પરંતુ આ બાબતને લઈને જ્યારે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે મમતાનું આ કાવતરું પકડાઈ ચૂક્યું હતું. જ્યારે તેના માતા પિતાને ખબર પડી ત્યારે તેમની તો ઈજ્જતના કાંકરા થઈ ગયા છે. કારણકે તેમની દીકરીએ તેના સગા સાસુ સસરાને મોતને ઘાટ ઉતારી દીધા હતા..

સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે, આ મહિલાની જીગર કેવી રીતે ચાલી હશે કે તેને તેના સગા સાસુ-સસરાને મોત આપ્યું છે. નજવી વાતને લઈને મમતા તેના સાસુ અને સસરા બંનેને મૃત્યુ આપ્યું હતું જેની ઘટના જ્યારે જગ જાહેર થાય ત્યારે દરેક લોકો પોતપોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા છે અને કહેવા લાગ્યા કે પરિવારની અંદર જો આવનારા સમયની અંદર એકતા જોવા નહીં મળે તો આવા બનાવો દીન પત્તી દિન સામે આવવા લાગશે..

પરિવારજનોએ એક સાથે બેસીને ઘરસભાનું આયોજન કરવું જોઈએ અને પોતાની સાથે દિવસ દરમિયાન બનેલી તમામ બાબતો દરેક વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ વાતોને પરિવારજનોની વચ્ચે મૂકવાથી મન એકદમ હલકું થઈ જાય છે અને સંબંધ એકદમ ગાઢ બનતા હોય છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *