સુરતમાં ઈતિહાસમાં ક્રાઇમ બ્રાન્ચ પ્રથમ મહિલા DCP તરીકે રૂપલ સોલંકી, પોતાના પોણા બે મહિનાના બાળકને ઘરે મૂકીને…

સુરતના ઈતિહાસમાં આજે સૌ પ્રથમવાર ક્રાઈમ બ્રાંચમાં મહિલા ડીસીપી તરીકે રૂપલ સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે. ૧૪ ફેબ્રુઆરીના રોજ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા એવું જણાવ્યું હતું કે, સ્ત્રી જ્યારે મા બને ત્યારે ખુબ જ વધુ મજબૂત બની જતી હોય છે. આ શહેરમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે ટીમ સાથે મળી અને બધા જ પ્રયાસો કરવામાં આવશે. અને સાથે જ શી ટીમ વધુ રસ લઈ અને મહિલાઓ સાથેના અત્યાચારો ઓછા થાય તેવા પ્રયાસો કરવામાં પણ આવશે.

પોતાની જવાબદારી સંભાળવા માટે તત્પર: સુરતમાં સૌપ્રથમ વખત જ મહિલા ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ રૂપલ સોલંકીએ એવું કહ્યું હતું કે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેલ-ફીમેલ જેવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. અને મને પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવો ભેદભાવ પણ ક્યારેય ફિલ થયો જ નથી. જે જવાબદારી મળે છે તેને સંપૂર્ણ નિષ્ઠાથી સંભાળવાની હોય છે. સુરતમાં પ્રથમવાર જ આ પ્રકારની જવાબદારી મળી છે અને જેને નિભાવવા હું ખુબ જ એક્સાઈટેડ છું.

૧૪ ફેબ્રુઆરીના રોજ બીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપનાર રૂપલ સોલંકીએ આજે સુરતમાં ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ એવું કહ્યું હતું કે, મેં એક ફિલ્મ જોઈ હતી, જેનું નામ મેરીકોમ હતું. જેમાં મેરીકોમ જ પોતાના જોડિયા સંતાનો સાથે તાલિમ મેળવવા માટે કોચ પાસે જતી હોય છે. આ ફિલ્મનો એક ડાયલોગ છે જે મને યાદ છે કે, સ્ત્રી જ્યારે માતા બને ત્યારે સૌથી વધુ મજબૂત થઈ જતી હોય છે. હું મારા કામની સાથે સાથે પરિવારની પણ જવાબદારી સંભાળી લઈશ.

સુરતમાં હવે ક્રાઈમ રેટને ઓછો કરવા માટે સરકાર સાથે અને કમિશનરના માર્ગદર્શન હેઠળ કામ કરવાનું કહેતા રૂપલ સોલંકીએ એવું કહ્યું હતું કે શહેરમાં મહિલાઓ માટે શી ટીમ કામ કરી રહી છે. આ ટીમમાં પણ હું પણ રસપૂર્વક કામ કરીશ. અને સાથે જ બાળકોને લગતા બધા ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે પણ બધા પ્રયાસો કરવામાં આવશે. તેવું તેણે વધુમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.