સમાચાર

માતા પિતા થઇ જાવ સાવધાન! ડિલિવરી બોય ઓનલાઇન ડિલિવરીના બહાને કરતો એવું કે…

સફળતા માટે કોઇ શોર્ટકટ નથી હોતો પણ આ વાત આજકાલના યુવાનો નથી સમજતા અને તેઓ બહુ ટુંકા ગાળામાં અમીર બનવા માંગતા હોય છે. આવા જ એક ખૂબજ મહત્વકાંક્ષી યુવકની અમદાવાદની નરોડા પોલીસે ધરપકડ કરી છે. દુનિયાની દ્રષ્ટીએ તો અમિત ચૌધરી નામનો આ શખ્સ એક સામાન્ય ડિલિવરી બોય હતો પણ તેને એક કુટેવ હતી અને આ કુટેવ હતી ચોરી કરવાની.

આ શખ્સ જ્યાં પણ નોકરી કરતો હતો ત્યાં પોતાનું પોત પ્રકાશતો આવું જ તેને પોતાની વર્તમાન નોકરીમાં કર્યું અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો અમિત ચૌધરી પાર્સલ ડિલિવરી કરવાનું કામ કરતો પણ તેને લાલચ હતી બહુ રૂપિયા કમાવાની જેથી ખૂબજ કિંમતી ચીજવસ્તુઓના પાર્લર તે ખરીદદાર સુધી પહોંચાડતો જ નહીં અને બારોબાર ચાઉં કરી જતો આવી જ રીતે 2 લાખ રૂપિયાના પાર્સલ ન પહોંચતા કંપનીને શંકા જતા તપાસ કરતા અમિત ચૌધરીના કારસ્તાનનો પર્દાફાશ થયો.

કંપનીએ પોલીસ ફરિયાદ કરી તો અમિત ચૌધરીનો ભૂતકાળનો વરવો ચહેરો પણ સામે આવ્યો તેણે ભૂતકાળમાં આવી રીતે એક નહીં પણ અનેક ચોરીઓ કરી હોવાનો ઘટસ્ફોટ થયો ત્યારે હવે પોલીસે અમિત ચૌધરીના આ ચોરીના કિસ્સાઓનો ભેદ ઉકેલવાની તૈયારીઓ શરૂ કરી છે પોલીસ તપાસમાં અમિતે અત્યારસુધીમાં 37 ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત તો કરી લીધી છે પરંતુ આ ચોરીઓના કિસ્સામાં વધારો થઇ શકે છે. હાલમાં પોલીસે આ પાર્સલ બોય પાસેથી કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ રિકવર કરીને તેના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *