સમાચાર

દેશમાં કોરોનાથી હાહાકાર 24 કલાકમાં 406 લોકોના મોત અને એક્ટીવ કેસ નો આંકડો તો…

શું ફરી એક વખત સ્મશાનોમાં ભીડ વધી જશે શું ફરી એકવખત સ્મશાનોમાં ચિતાઓ સળગતી જ રહેશે જી હા હા આવી જ કંઇક પરિસ્થિતિ સર્જાઇ રહી છે છેલ્લા ૨૪ કલાકમાં 406 લોકોના મોત થઈ ગયા છે છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર ભારતમાં 22775 કેસ નોંધાયા છે જેની સામે 8949 દર્દીઓ સાજા પણ થયા છે જોકે સૌથી ચિંતાજનક વાત એ છે કે દેશમાં એક્ટિવ કેસનો આંકડો વધી અને 1.04 લાખને પાર થઈ ગયો છે.

જ્યારે દેશમાં ઓમિક્રોન કેસોની સંખ્યા 1431 સુધી પહોંચી ગઈ છે હાલમાં સમગ્ર ભારતમાં ઓમિક્રોન ફેલાયો છે જેમાં દિલ્હી મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે  છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો કેરળમાં ઓમિક્રોનના 44 નવા કેસો નોંધાયા છે તો હરિયાણામાં 26 જ્યારે ગુજરાતમાં 16 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે.

દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ભારત સરકાર અને રાજ્ય સરકારોની ચિંતા વધી છે ખાસ કરીને બાળકો સુરક્ષિત રહે તે માટે ૧૫ થી ૧૮ વર્ષના વયજૂથના બાળકો માટે વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરી દેવાયો છે જેમાં કોવિન થી નોંધણી શરૂ થવા જઈ રહી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રદાન મનસુખ માંડવિયા આ અંગે ટ્વિટ કરી અને માહિતી આપી હતી કે બાળકો સુરક્ષિત છે તો દેશનું ભવિષ્ય સુરક્ષિત છે. મહત્વપૂર્ણ જેથી આજથી ૧૫થી ૧૮ વર્ષના વયજૂથના બાળકોને કોવિન એપથી વેક્સિનેશનની નોંધણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *