હેલ્થ

રાત્રે ઊંઘ નથી આવતી તો ઉપયોગ કરો દેશી ઘી અને પછી જુઓ જાદુ

રાત્રે ઉંઘ લેવી ખૂબ જ તે મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે રાત્રે ઊંઘ લીધી હશે તો દિવસ દરમિયાન જ તમે એકદમ ફીટ રહેશો અને તે તમને અનેક રોગોથી દૂર રાખવામાં મદદ કરશે. જે લોકોને રાતના સમયે ઉંઘ નથી આવતી અને જે લોકો ઉંઘ લાવવા માટે ગોળીઓ લે છે જે આપણા શરીર માટે ખુબ જ નુકસાનકારક હોય શકે છે. પરંતુ શું તમે જાણો છો રાતના સમયે આરામદાયક ઉંઘ મેળવવા માંગતા હોવ તો આજે અમે તમને તેના ફાયદા જણાવીશું.

ખરેખર, પાચનમાં અને પોષક તત્ત્વોના શોષણમાં મદદ કરવા ઉપરાંત, ઘી તમને રાત્રે સારી ઉંઘ તેમજ અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. રાત્રે પણ સુતી વખતે ઘી આરામથી વાળ પર અથવા પગના તળિયા પર લગાવી શકાય છે. તેનાથી તમને સારી ઉંઘ આવવાની સાથે સાંધાના દુખાવા સહિત અન્ય દુખાવામાં પણ ઘણી રાહત મળે છે. જેથી તમે રોજ પગના તળિયા પર ઘી લગાવવાની આદત પાડી દો. જેનાથી તમને ઘણો ફાયદો થઇ શકે છે.

કરો ઘીથી માલિશ: પગનું મસાજ એ આપણા આયુર્વેદ શાસ્ત્રમાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. ભારતીય ચિકિત્સાની પરંપરાગત પદ્ધતિ ખાસ કરીને રાત્રે સૂતા પહેલા આ દૈનિક વિધિની પ્રેક્ટિસ કરવાની સલાહ આપવામાં આવે છે. પગ પર ઘી લગાવવાથી વાત સ્થિર થાય છે અને શરીરમાં ગેસ તેમજ સોજા ઓછા થઈ જાય છે. પગ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ ગણવામાં આવે છે. તળિયાની માલિશ કરવાથી નસોને મજબૂત કરવામાં ખુબ જ મદદ મળે છે. ઉંઘની સમસ્યાથી રાહત મળી જાય છે. વસાની મુશ્કેલી, મૂડ અને ત્વચાની રંગતમાં સુધારો જોવા મળે છે.

કેવી રીતે લગાવવું જોઇએ પગના તળિયામાં ઘી: ઘીને તમારા પગના તળિયા પર લગાવવા માટે એક નાના વાસણમાં ઘી કાઢી લો, રોજ સૂતા પહેલા તમારી હથેળી પર ઘી હાથમાં લો અને પગના તળિયા પર માલિશ કરો જ્યાં સુધી તે ગરમ ન થઇ જાય, અને ઘીને તળિયા પર રગડવું સારુ ગણવામાં આવે છે. તે સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો આપે છે. આ સિવાય તમને સારી ઉંઘ અપાવવામાં પણ ખુબ મદદ કરે છે. તમે રાતે શાંતિથી સૂઇ પણ શકો છો, સવારે તરોતાજા અને સ્ફૂર્તિનો અનુભવ થશે.

જો તમે ઘીને તમારા તળિયા પર લગાવો છો તે તમને જો નશ્કોરાની સમસ્યા હોય તો તેનાથી છુટકારો મળી શકે છે. જો રાતે વાંરવાર તમારી ઉંઘ ઉડી જાય છે તો ઘીની મદદથી આ સમસ્યા દૂર કરી શકાય છે. અપચો, જુની કબજિયાત વગેરે જેવા રોગો દૂર કરવા માટે ઘી ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *