સમાચાર

મધદરિયે જીવન-મરણની જંગ, છ ખલાસીઓ એ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો

ચાર દિવસની અંદર ગુજરાતમાં ચોમાસુ આવવાની શક્યતા નોંધાઇ હતી. પરંતુ તે પહેલા જ ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે. આથી ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે કેરળ પહોંચે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયાના એક વહાણ એ દ્વારકા-પોરબંદર વચ્ચે જલસમાધિના લેતા જન્મ મરણ ના દ્રશ્યો સર્જાયા હતા. જહાજ ડૂબી જતાં છ ખલાસીઓએ તરાપાની મદદથી દરિયામાં ઝંપલાવ્યું હતું. અન્ય પસાર થતા જહાજ દ્વારા તમામ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર બચાવ કામગીરીનો વીડિયો વાયરલ થયો છે.

સલાયા અને પોરબંદર વચ્ચે અરબી સમુદ્રમાં જલ સમાધિ લઈ જતું વહાણ ગની સુલેમાન સેંગરની માલિકીનું 400 ટનનું વહાણ સલાયાથી પોરબંદર જઈ રહ્યું હતું ત્યારે તે કોઈ કારણસર ડૂબી ગયું હતું, જેમાં સવારે 6 ખલાસીઓ દરિયામાં કૂદી પડ્યા હતા. જોકે, બધા તરાપા ની મદદથી તરતા રહ્યા હતા. બીજુ જહાજ આવતા જ તમામ ખલાસીઓનો તેમનો બચાવ કર્યો હતો. વહાણ ડૂબી જવાનુ કારણ શોધી શકાયું નથી. જોકે, હાલ તો ખલાસીઓના પરિવારજનો અને જહાજના માલિકે રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published.