અઢી વર્ષનું બાળક 500 ફૂટ ઊંડા બોરમાં પડી ગયું, તંત્રએ ફક્ત 40 મિનીટમાં જ સફળ રેસ્ક્યુ કર્યું

આજકાલ નાના બાળકો રમતા રમતા ગોરમા અથવા તો ટાંકીમાં પડી જતા હોય છે તેવા કિસ્સાઓ ખૂબ જ સાંભળવા મળે છે અને તેઓ જ એક કિસ્સો વાડીમાં એક બાળક સાથે પડી ગયો હતો અને તે બોરવેલમાં પડી ગયો હતો જ્યારે ધાંગધ્રા આર્મી ની ટીમે તે બાળકને સહી-સલામત બહાર કાઢ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના દુદાપુર ગામ માં વાડીની અંદર આ ઘટના બની હતી તેમાં એક નાનું બાળક ૫૦૦ ફૂટ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને બોરમાં ફસાયેલા આ અઢી વર્ષના બાળકને માત્ર ૪૦ મિનિટની અંદર જ રજૂ કરવામાં આવ્યો હતો અને તેને બચાવી લેવામાં આવ્યો હતો એમ ધાંગધ્રા ની આર્મીની ટીમ ખૂબ જ ટૂંક જ સમયમાં માસુમ બાળકને બહાર કાઢવામાં સફળ રહી હતી.

ગઇરાત્રે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધાંગધ્રાના ગામમાં એક બાળક રમતું હતું અને ત્યાં રમતા રમતા જ બોરવેલમાં પડી ગયો હતો આમ સમગ્ર ઘટનાની જાણ જ્યારે તંત્રને થઈ ત્યારે તેમને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ મંગાવી હતી અને તેના અધિકારી તથા મામલતદાર પોલીસનો સ્ટાફ તેમજ આરોગ્ય ની બીજી બધી ટીમો પણ ઘટનાસ્થળે ગઈ હતી અને આમ તંત્ર દ્વારા અમદાવાદની એનડીઆરએફ ટીમને પણ તૈયારી માં જ જાણ કરી દેવામાં આવી હતી. અને તેના જ આધારે તેને ત્યાંની આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

આમ તે ઘટના સ્થળે રેસ્ક્યુ ની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી બાળક તે બોરવેલમાં 30 ફૂટ ઉપર ફસાઈ ગયું હતું અને ખૂબ જ ટૂંક જ સમયમાં એટલે કે લગભગ ૪૦ મિનિટની અંદર જ આ માસૂમ બાળકનું રેસ્ક્યુ કરીને સહી સલામત જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો અને તેમાં આ લોકોને સફળતા મળી હતી ત્યાર પછી આ બાળકને વધારાની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર જિલ્લા માં મોકલવામાં આવ્યું હતું અને ત્યાં ઓક્સિજન મળ્યા સહિતની બીજી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકની તબિયત અત્યારે સારી છે.

ધાંગધ્રા તાલુકામાં દુદાપુરની સીમની ખેતરમાં લોકો મજૂરીકામ કરતા હોય છે. અને તે મજૂરો પોતાના પરિવાર સહિત જ ત્યાં રહેતા હોય છે આ મધ્યપ્રદેશના મુન્નાભાઈ નો દીકરો શિવમ જે માત્ર બે વર્ષનો છે અને તે ત્યાં રમતો હતો અને રમતા રમતા જ ત્યાં બોરવેલમા 30 ફૂટ વચ્ચે ફસાઈ ગયો હતો. જ્યારે તે ઘટના બની તે વખતે મજૂરી કામ કરતી તેમની માતાને જાણ થઈ અને તેમને ગામના દરેક લોકોને જણાવ્યું હતું ત્યાર બાદ આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન ને હાથ ધરવામાં આવ્યું. જ્યારે ત્યારે રેસ્ક્યૂ કરવા માટે માણસ આવ્યા હતા તેમને માત્ર ૪૦ મિનિટની અંદર બાળકને જીવિત બહાર કાઢી લીધો હતો.

શિવમના પિતા મુન્નાભાઈ એ કહ્યું હતું કે અમે અહીં 20 દિવસ પહેલા જ કામ કરવા આવ્યા હતા અનેઅમે લોકો અહીં કામ કરી રહ્યા હતા અને મારી પત્નીએ રસોઈ બનાવી રહી હતી તે જ સમયે મારો પુત્ર શિવમને રમતા રમતા કયા સમયે બોરવેલમાં પડી ગયો તેની અમને જાણ જ નહિ પરંતુ તેના રડવાનો અવાજ આવ્યો તેથી તોડી ને જોતા જ બોરવેલ માંથી બાળકનો રડવાનો અવાજ આવતો હોવાથી મારી પત્નીએ અમારા સાહેબને વાત કરી અને ત્યારબાદ દરેક લોકોને રેસ્ક્યુ માટે બોલાવવામાં આવ્યા અને આર્મી સહિતના અલગ-અલગ લોકો આવી જતા મારા બાળકને એક નવું જીવનદાન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *