ધન્ય છે આ દીકરીને, આખો લેખ જાણીને આંખમાં આંસુ આવી જશે, કોરોનામા પિતાને ગુમાવ્યા અને બાદમાં માતાએ ફરસાણ વેચીને દીકરીને ભણાવી અને અત્યારે દીકરી…

વડોદરા શહેરના સમા સાવલી રોડ ઉપર આવેલા ઊર્મિ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી માંજલપુર વિસ્તારને રહેતી શ્રાવિણી રાહુલભાઈ યેવલા એ જણાવ્યું કે હું દરરોજ પાંચ થી છ કલાક મન લગાવીને વાંચતી હતી આજે મારા ૮૦ ટકા આવ્યા છે અને હું કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ માં આગળ ભણવા માગું છું જોકે આ બધું એટલું પણ સહેલું નહોતું કારણ કે….

કોરોના કાળ દરમિયાન પોતાના પિતાની છત્રછાયા ગુમાવી પિતા રાહુલભાઈ નું અવસાન થયું હતું ત્યારબાદ દીકરીને સૌથી મોટો સપોર્ટ મમ્મી તરફથી મળતો હતો અભ્યાસ માટે માતાએ ખૂબ જ સપોર્ટ કર્યો અને જે કોઈપણ ડાઉટ હોય તે તેને પૂછતી અને હાલ અત્યારે જીટી ની તૈયારીઓ પણ કરે છે.

શ્રાવણીએ પોતાના પિતાને યાદ કરતા જણાવ્યું કે જો હાલ મારા પિતા હોત તો તે ખૂબ જ ખુશ થયા હોત મારા પિતા મને ખૂબ જ પ્રોત્સાહન અને સાહસ આપતા મારા પિતા એક એન્જિનિયર હતા જે ખૂબ જ મદદરૂપ થતા હતા આગળ શ્રાવણીને જણાવ્યું કે જ્યારે મારું દસમા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યારે તેણે મને ખૂબ જ સપોર્ટ પણ કર્યો હતો અને ફરી એક વખત જ્યારે બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યારે મારા પિતાની મને યાદ આવી રહી છે અને રિઝલ્ટ જોઈને તે બહુ ખુશ થયો હોત.

દીકરી આગળ જણાવ્યું કે હાલ મારા પિતા અમારી સાથે નથી પરંતુ મનથી અને દિલથી અમારી સાથે જ છે, શ્રાવણી ને માતા વિશે જાણીએ તો તે ખૂબ જ મહેનતુ છે અને પતિના અવસાન બાદ પોતે ઘર ચલાવવા માટે વિવિધ પ્રકારના અથાણાઓ અને નાસ્તા બનાવીને તેનું વેચાણ કરે છે જેથી ઘર ખર્ચ નીકળી જાય છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.