દ્વારકામાં આખલા યુદ્ધ એ ભક્તોમાં ભાગદોડ મચાવી, હરિભક્તો ધ્વજા ચડાવવા જઈ રહ્યા હતા ત્યાં જ બે આખલા ઘૂસી ગયા ને એક પછી એક લોકોને કચડ્યા…
ગુજરાતના દ્વારકા જગત મંદિર નજીક બે આંકડા વચ્ચે યુદ્ધ છેડાયું હતું ત્યાં દ્વારકાધીશની ધજા ચડાવવા આવેલા હરિભક્તો ના મહેરામણા રખડાતા આખલાઓ ઘૂસીને સમગ્ર હરિભક્તોમાં દોડધામ મચી ગઈ હતી હાલ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં….
જગત મંદિર માં દરરોજ કેટલાય હજારો હરિભક્તો દર્શન કરવા માટે આવે છે જ્યાં રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિનવધતો જતા સ્થાનિક લોકો સહિત બહારગામથી આવતા શ્રદ્ધાળુઓમાં પણ પશુઓ અડફટેમાં લેતા હોય છે. આ રખડતા રેઢીયાળ પશુઓનો ત્રાસ કેવી રીતે દ્વારકામાં વધી રહ્યો છે તેનો વધુ એક વિડિયો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
દ્વારકામાં રબારી સમાજ દ્વારા જગત મંદિર ના શિખર પર ધ્વજા ચડાવવાના પ્રસંગ સમયે બે આખલા અચાનક જ લડતા લડતા રસ્તા ઉપર આવી ગયા હતા અને હાજર લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. હરિભક્તોના રંગમાં ભંગ પડ્યો અને લોકો આમતેમ પોતાનો જીવ બચાવવા માટે ભાગવા માંડ્યા હતા. જોકે આ સમગ્ર ઘટના દરમિયાન કોઈ ઈજા થઈ ન હતી.
View this post on Instagram
અને આ દરમિયાન લોકો અત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા માટે માંગ ઉભી કરી રહ્યા છે. દ્વારકા નગરપાલિકામાં ચીફ ઓફિસરે વધુ જણાવ્યું હતું કે દ્વારકામાં દિન પ્રતિદિન રેઢીયાળ ધોરણ આતંક વધતો જાય છે જેના કારણે લોકો અને બહારગામ થી આવતા હરિભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેથી લોકોને ઘણી તકલીફ પણ પડે છે.