ધોધમાર વરસાદમાં સગા બે ભાઈઓ પાણી ભરેલા ખાડામાં નાહવા પડ્યા બન્ને ના મોત, બીજી બાજુ એક સાથે 7 લોકો નદીના પ્રવાહમાં… Gujarat Trend Team, July 2, 2022 અષાઢી બીજ ના દિવસે મેઘરાજાએ પોતાનો કહેર આખા રાજ્યને બતાવી દીધો છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા ખૂબ જ મન મૂકીને વરસ્યા. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે સુરત નવસારી વલસાડ ડાંગ મેઘરાજા એ ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી હતી જ્યારે બીજી તરફ રાજકોટ થયેલી વાત કરે તો રાજકોટના 10 તાલુકામાં મેઘરાજાએ ધુમાદાર રીતે વરસાદ વરસાવ્યો હતો. જો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સરદાર લોધિકા પડધરી ગોંડલ જેવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બીજી તરફ રાજકોટમાં એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા હતા જ્યાં ગામ પંથકમાં બે ચોકાવનારી ઘટનાઓ બની હતી. કેક બનાવવામાં એક સાથે સાત લોકોને ચમત્કારિક રીતે બચાવો થયો હોવાનું સામે આવ્યું છે જ્યારે બીજી તરફ બે સગા ભાઈ ના મોત નીપજ્યા હોવાનો સામે આવી રહ્યું છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ બંને ભાઈઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જે પોતે રાજકોટમાં ગ્રામ્ય પંથકમાં રહે છે અને બંને પાણી ભરેલા ખાડામાં નાહવા પડતા બંને ડૂબી જવાથી બંને ભાઈઓના મોત નીપજ્યા છે. જો બંને ભાઈઓને માતા પિતાની વાત કરીએ તો માતા પિતા બાંધકામની સાઈટ ઉપર કડિયા કામ કરી રહ્યા હતા અને આ બાજુ બંને ભાઈઓ વરસાદની મોજ લેવા માટે સાઇટ ઉપરથી નીકળી ગયા હતા અને વરસાદ માહોલમાં બંને ભાઈ રસ્તામાં નાહવા માટે પડ્યા હતા. અને આ દરમિયાન જ બંને ભાઈઓ ડૂબી જવાથી બનેલા મૃત્યુ થયા હતા. બાંધકામમાંથી પરત ભરતા માતા પિતાને સાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી અને બાદમાં શોધખોળ દરમિયાન પાણી ભરેલા ખાડામાં બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા અને બાદમાં પોલીસ કર્મચારી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ મોકલવામાં આવ્યા હતા. બંને બાળકોના વિશે વાત કરે તો કોઈને બાળકોની ઉંમર એકની નવ વર્ષ હતી જેનું નામ અશ્વિન અને બીજો બાળક પાંચ વર્ષનો છે અર્જુન ના મોતથી પરિવારજનો પર દુઃખનો તૂટી પડ્યો હોય તેવું શોક વ્યાપી ગયો છે. જ્યારે બીજી બાજુ રાજકોટમાં જ એક સાથે સાત વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવો કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો આ ઘટના લોધિકા તાલુકાની છે જ્યાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી અને કાર નદીના પ્રવાહમાં ફસાઈ જતા આ સમગ્ર ઘટના સર્જાઈ હતી અને બાદમાં ગ્રામ્ય જનને આ વાતની જાણ થતાં તરવૈયાઓ એ પોતાનો જીવ જોખમમાં નાખીને નદીમાં કૂદી પડ્યા હતા અને તાત્કાલિક ધોરણે સાથે લોકોને દોરડા પડે પાણી ના જોરદાર પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ગ્રામ્ય જન્યો જણાયું હતું કે આ સાથે લોકો વીજ લાઈનનું કામ પૂર્ણ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા અને આ રસ્તામાં આ સમગ્ર ઘટના બની હતી. સમાચાર