આગામી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું… સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારમાં વાવાઝોડા જેવી સ્થિતિ…

રાજ્યમાં વિવિધ વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં વલસાડ જુનાગઢ દમણ ગીર સોમનાથ આ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાને લીધે હવામાન વિભાગે અહીં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે આ સાથે અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાને આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે.

આગામી ત્રણ દિવસ કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાશે તેની વિશે વિગતવાર વાત કરીએ તો આ પ્રમાણે છે મંગળવારના રોજ બોટાદ જુનાગઢ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ આણંદ અમદાવાદ દીવ ગીર સોમનાથ ભાવનગર અમરેલી તાપી નવસારી ડાંગ સુરત દાદરા નગર હવેલી વલસાડ જેવા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાશે.

બુધવારના રોજ રાજ્યના ભાવનગર મોરબી ભરૂચ નર્મદા છોટાઉદેપુર અમદાવાદ દીવ કચ્છ દ્વારકા અમરેલી પોરબંદર જામનગર રાજકોટ નવસારી તાપી ડાંગ સુરત ગીર સોમનાથ જુનાગઢ દાદરા નગર હવેલી દમણ વલસાડ આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધવાની શક્યતા છે. આ સાથે ગુરૂવારના રોજ દાદરા નગર હવેલી પોરબંદર જુનાગઢ દમણ વલસાડ દ્વારકા દીવ ગીર સોમનાથ સુરત નવસારી અમરેલી કચ્છ જેવા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાય તેવું હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.

રાજ્યમાં આ વખતે ગયા વર્ષની સરખામણીમાં ડબલ કરતાં વધુ વરસાદ વરસ્યો છે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 76 ટકા વરસાદ વરસ્યો છે જેને લઈને 25.31 ઇંચ વરસાદ નોંધાયો છે ગયા વર્ષની સરખામણીમાં વાત કરીએ તો ગયા વર્ષે ફક્ત 36 ટકા વરસાદ નોંધાયો હતો, 12 ઇંચ વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *