સમાચાર

હવામાન વિભાગની આગાહી આજે આ વિસ્તારના ભુક્કા કાઢશે વરસાદ, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ…

સૌથી વધારે વરસાદ ની વાત કરીએ તો અરવલ્લીના ધનસુરા તાલુકામાં ૩ ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળ્યો હતો. જેને લઇને ખેતરો અને રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. હજુ તો વરસાદ શરૂ થયો છે ત્યાં મોડાસાના માર્ગો પર પણ પાણી જોવા મળ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જામનગરમાં પણ ખૂબ જ વરસાદ જોવા મળ્યો હતો તેમજ ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા ઉપરાંત દેવભૂમિ દ્વારકા,ઓખા અને ભાટીયામાં પણ ખૂબ જ વરસાદ જોવા મળ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં સાબરકાંઠાના વિજયનગરમાં ખૂબ જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરાના કરજણ તાલુકામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. સુરત, બોરસદ,ધંધુકા,ખંભાત, નડિયાદ,ખેડા,આણંદ,મીઠાપુર વગેરે જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો છે. કચ્છ જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ ચૂકયું છે. સામાન્ય રીતે ચોમાસુ ૧૫મી જૂન પછી શરૂ થતું હોય છે પરંતુ ગુજરાતમાં બે દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી પાટણમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ, અમદાવાદ વડોદરા,ખેડા-આણંદ, દાહોદમાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે છે. તેમજ કચ્છ જિલ્લામાં પણ આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત,નવસારી, તાપી દમણ, દાદરા નગર હવેલી, ડાંગ,વલસાડ વગેરે જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ થવાની પણ સંભાવના બતાવવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ,જામનગર, ભાવનગર અરવલ્લી,બોટાદ,જુનાગઢ,મોરબી વગેરે જિલ્લાઓમાં પણ કોઈક જગ્યાએ ભારે અથવા અમૂક વિસ્તાર માં હળવો વરસાદ થઇ શકે છે

Leave a Reply

Your email address will not be published.