દ્વારકા માં માત્ર 3 કલાકમાં જ 10 ઇંચ વરસાદ, એક જ મિનીટમાં જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો તે… જામકંડરણામાં 8 ઇંચ વરસાદ…

બુધવારની રાત્રે થી ચાલુ થયેલો વરસાદ ગુરૂવારના દિવસે પણ ધૂમ મચાવી રહ્યો છે, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જુનાગઢ રાજકોટ અમરેલી સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ ભરૂચ વડોદરા જેવા વિસ્તારમાં મેઘરાજા તમે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ખેરગામમાં 3.72 ઇંચ વરસાદ જ્યારે પારડી ભુજ વલસાડ પુના માણાવદર તથા ડોળાસામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે કાલાવાડ ના અખરી પાસે ફક્ત બે કલાકમાં જ છ ઇંચ વરસાદ નોંધાયો.

ગુરૂવારના દિવસે મેઘો મહેરબાન થઈને સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ દ્વારકામાં સાથે સુરત વલસાડ ભરૂચ કચ્છ વિસ્તારમાં ધબધબાટી બોલાવી દીધી હતી છેલ્લા 24 કલાકમાં રાજ્યના ટોટલ 189 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકા માં માત્ર ત્રણ કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

જ્યારે રાજકોટના જામકંડરણાં તાલુકામાં આઠ ઇંચ વરસાદ ખમકતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી આ ઉપરાંત કપરાડા માં છ ઇંચ વરસાદ ચૌયાર્સિ માં પાંચ ઇંચ વાપીમાં 4.5 અને નવસારીમાં 3.36 ઇંચ વરસાદ ખાબોચ્યો હતો કચ્છના માંડવીમાં નખત્રાણા સહિત અબડાસમા ચાર ઇંચ વરસાદ નોંધાયો અને વરસાદ પડવાને કારણે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.

અને જો બીજા વિસ્તારોની વાત કરીએ તો ભુજ ડોણાસા ઉના માણાવદર જવા વિસ્તારોમાં વાત કરીએ તો ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે કાલાવાડમાં ખરેડા ગામમાં ફક્ત બે કલાકમાં છ ઇંચ વરસાદ પડતા જનજીવન મુશ્કેલીમાં પડ્યું હતું. આ બાજુ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં છૂટોછાયો વરસાદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જ્યારે દેવભૂમિ દ્વારકામાં 10 ઇંચ વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જ્યારે રાજકોટ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સુરત વલસાડ નવસારી માં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા પાંચ ઇંચ થી વધારે વરસાદ ખાબક્યો હતો જેમાં વલસાડના કપરાડામાં 5.44 વાપીમાં 4.52 પ્રોપર વલસાડમાં 3.2 પારડીમાં 3.28 ધરમપુરમાં 2.80 ઇંચ વરસાદ ખાબોચ્યો હતો. નવસારી જિલ્લામાં ખેર તાલુકામાં 3.72 ઇંચ અને નવસારી તાલુકામાં 2.72 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં જો ચોમાસાની આખી સિઝન દરમિયાન પડેલા વરસાદની સરેરાશ કાઢવામાં આવે તો આ સિઝનમાં 33.560 ઇંચ વરસાદ પડવાની સરેરાશ છે જ્યારે છેલ્લા વર્ષે ૩૩.09 ઇંચ એટલે કે 98.48% વરસાદ પડ્યો હતો જ્યારે આ વખતે હવામાન વિભાગના નિષ્ણાંત એ જાણ કરી આપી છે કે આ વર્ષે રાજ્યમાં 100% વરસાદ વરસ છે અને તેનાથી વધારે વરસે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ છેલ્લે વર્ષે સાત જુલાઈ માં સમગ્ર રાજ્યમાં સરેરાશ 4.91 ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે આ વખતે સાત જુલાઈ સુધીમાં 6.85 ઇંચ વરસાદ નોંધાયો છે જો ટકાવારીમાં વાત કરીએ તો 40% જેટલો વરસાદ વધુ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 13.51 ઇંચ વરસાદ નોંધાયો છે સાથે સૌરાષ્ટ્રમાં ગયા વર્ષે 3.4 ઇંચ વરસાદ હતો જ્યારે આ વર્ષે 7.42 ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં આ વર્ષે 4.15 ઇંચ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *