સમાચાર

શું ભારતમાં ત્રીજી લહેરે દસ્તક દઇ દીધી જાણો કોણે આપી ચેતવણી?

ભારતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે  તેમાં પણ નવા ઓમિક્રોન વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે ભારતમાં કોરોનાના કેસ નાના અને અન્ય દેશોની તુલનામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં કોવિડ ટાસ્ક ફોર્સના વડા સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ત્રીજી લહેરે દસ્તક દઈ દીધી છે તેઓએ જણાવ્યું કે કોરોના કેસો જે ઝડપથી ફેલાઈ રહ્યા છે તેમાંથી મોટાભાગના એટલે કે ૭૫ ટકાથી વધુ કેસો મોટા શહેરોમાંથી સામે આવ્યા છે.

ઓમિક્રોનના 1700 કેસ દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 1700 કેસો નોંધાઇ ચૂક્યા છે ડોક્ટર અરોરાના મતે ત્રીજી લહેરે દસ્તક દઈ દીધી છે ઓમિક્રોનના ૭૫ ટકા કેસો નોંધાયા છે જેમાં મુંબઈ દિલ્હી કોલકાતા જેવા મોટા શહેરોમાં કેસો નોંધાયા છે જે ખૂબ જ ચિંતાનું કારણ છે ડોક્ટર અરોરાએ જણાવ્યું છેકે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો હતો જેમાં ડિસેમ્બરનાં છેલ્લાં સપ્તાહમાં તે સંખ્યા વધી અને ૨૮ ટકા થઈ ગઈ આપ કેસ ઉપરથી ઓમિક્રોનની સંક્રમણની ક્ષમતા અને તેની ઝડપ નો અંદાજ લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *