ઇલેક્ટ્રોનિક કટર વડે દીકરાના શરીરના ટુકડા કરી નાખ્યા અને બાદમાં કાલાપુર સ્વામિનારાયણ મંદિરમાં જઈને ભગવાનની માફી માગી, આખી ઘટના જાણીને તમે પણ ધ્રુજી ઉઠશો…
અમદાવાદના વાસણા અને પાલડી રોડ પર મળી આવેલા માનવ શરીરના અંગો નો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આંબાવાડી વિસ્તારમાં રહેતા એસટી અધિકારીએ આ સમગ્ર ઘટનાનો ખુલાસો કરતા જણાવ્યું છે કે પોતાના પુત્રની હત્યા કરીને તેના જ શરીરના અલગ અલગ ટુકડા કરી જગ્યાએ ફેંકી નાખ્યા નો મોટો ખુલાસો તેમણે કર્યો છે પિતાએ ઉગ્ર આવેસમા આવીને પોતાના જ પુત્રની હત્યા કરવાનું સામે આવી રહ્યું છે.
ઝઘડાખોર અને દારૂ પીવાની ટેવ ધરાવતા દીકરા સાથે ઝઘડો થતા પિતાએ પુત્રની હત્યા કરી નાખી હતી આરોપી પિતા પુત્રની હત્યા કર્યા બાદ ભક્તિભાવ વાળા હોવાથી ભગવાનની માફી માગવા માટે પોતે સ્વામિનારાયણ મંદિર પણ પહોંચ્યા હતા અને ભગવાનની માફી પણ માંગી હતી.
ખૂની નિલેશ જોષીએ દીકરા સ્વયં જોશીની 18 જુલાઈ ના રોજ હત્યા કર્યા બાદ પોતાના દીકરાની લાશ નિકાલ કરવા માટે પહેલા તો શરીરના અલગ અલગ ટુકડા કરી નાખ્યા અને બાદમાં પ્લાસ્ટિકની બેગમાં ભરીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફેંકવાનું નક્કી કર્યું હતું. આરોપી પિતા નિલેશ જોષી એ ઈલેક્ટ્રીક કટર વડે હાથ પગ અને ધડ ના ટુકડા કરી નાખ્યા હતા અને બાદમાં પ્લાસ્ટિકની બેગમાં ભરીને શહેરના અલગ અલગ જગ્યા ઉપર ક્યાં હતા.
આરોપી નિલેશ ભક્તિભાવ અને ભગવાનમાં માણતા હોવાથી તેઓએ દીકરા સ્વયમ ની હત્યા કરવાનો પસ્તાવો પણ થયો હતો અને પોતે નાહી ધોઈને પોતાના કરેલા પાપને માફી માગવા માટે કાલાપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ગયા હતા અને બાદમાં ભગવાનના દર્શન કરીને તેઓ ઘરે પરત પાછા આવી ગયા હતા. પોતાના પુત્રના એક ટુકડો વાસણા વિસ્તારમાં બીજો પાલડી વિસ્તારમાં ફેંકી આવ્યા હતા.
તમને જણાવી દઈએ તો આરોપી પિતા નિલેશ જોષી છે 65 વર્ષીય છે અને નિવૃત્ત સરકારી કર્મચારી છે જે પોતે એસટી વિભાગમાં અધિકારી રૂપે પોતાની ફરજ બજાવતા હતા. પત્ની અને પોતાની દીકરી જર્મની રહે છે. જ્યારે 21 વર્ષનો દીકરો સ્વયમ જોશી પોતાની સાથે રહે છે. વધુ પૂછપરછ કરતા ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે મૃતક 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
જેમ કોઈપણ ધંધો કે નોકરી કરતો ન હતો અને દારૂના નશાની રવાડે ચડી ગયો હતો જેના કારણે પિતા અને દીકરા વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને ત્યારે વહેલી સવારમાં પાંચ વાગે નશાની હાલતમાં 18 જુલાઈ ના રોજ પિતા પાસે આવ્યો હતો અને પૈસાની માંગણી કરતો હતો અને તેના પિતાને ગાળો બોલીને ઘરની તિજોરી નો કાચ પણ તોડી નાખ્યો હતો.
અરે આ સમગ્ર ઝઘડા દરમિયાન પુત્ર તેના પિતાને પાવડા ના લાકડા વડે હુમલો કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ આરોપી પિતાએ સ્વયમ દીકરાને લાત મારીને પલંગ પર પાડી દીધો હતો અને રસોડામાંથી પથ્થરની ખાંડણી લઈને સ્વયંના માથા પર સાંજથી આઠ વખત ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી.