એક બે મહિનાથી દીકરી સાથે વાત થઈ ન હતી અને અચાનક જ દીકરીની હત્યાના સમાચાર સામે આવતા સમગ્ર પરિવારમાં ખળબળટ મચી ગયો…

અમદાવાદમાં કાયદો વ્યવસ્થા અત્યારે થોડીક કથળી બની હોય તેવું લાગી રહ્યું છે નવરંગપુરામાં લૂંટ, વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારમાં માનવ અંગો મળ્યા બાદ હવે વેજલપુર વિસ્તારમાં એકલવયુ જીવન જીવતી મહિલાની હત્યાનો બનાવો અત્યારે હાલ સામે આવ્યો છે કોણે કરી અને શા માટે કરી તે હજી પણ કારણ સામે આવ્યું નથી, આખા અમદાવાદમાં હાલ અત્યારે સમગ્ર ઘટના ચકચાર બની છે.

શુક્રવારની મોડી સાંજે વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રી નંદન નગર વિભાગ 2 માં 102 નંબર મકાનમાંથી અચાનક જ દુર્ગંધ આવવા લાગી હતી જેને લઈને ફ્લેટમાં રહેતા આસપાસના લોકોએ ઘરની અંદર પ્રવેશ્યા અને ઘરના દરવાજો ખોલ્યો હતો ત્યારે અંદર જોઈને જોયું તો મનીષા દુધેલા નામની મહિલા લોહી લુહાણ થી લથપથ હાલતમાં મૃતદેહ પડ્યો હતો અને આ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી.

પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને અત્યારે તો તરત જ લાશને પીએમ રૂમ માટે ખસેડી હતી અને પીએમ રિપોર્ટમાં ઇજાના નિશાન સામે આવ્યા નું જાણવા મળતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે પોલીસ કર્મચારીઓ પ્રાથમિક તપાસ માટે…

મૃતદેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી અને એફએસએલની મદદ લઈને વધુ તપાસ ચાલુ કરી દીધી હતી પોલીસ કર્મચારીઓ જણાવ્યા અનુસાર મૃતક મહિલાના ગળાના ભાગ પર ઇજાના નિશાનો મળી આવતા પોલીસ કર્મચારીઓને હત્યાનો શોખ ગયો હતો. જાણવા મળતી માહિતી મુજબ મનીષા દુધેલા ના લગ્ન રાધાકૃષ્ણ સાથે 2014માં થયા હતા.

અને લગ્નના એક વર્ષમાં જ પોતાના પતિ સાથે પણ બનાવ બનતા પોતે પોતાનું જીવન એકલા જીવી રહ્યા હતા ત્યારે મૃતક મનીષા ની માતા લક્ષ્મી બહેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે મનીષા ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવની હતી અવારનવાર તે પરિવારના સભ્યો માતા પિતા ભાઈ બહેન સાથે ઝઘડો કરતી અને તેના કારણે વેજલપુરમાં મકાન લઈને પોતે એકલી રહેતી હતી.

મૃતક મનીષા નો એક ભાઈ ઘર છોડીને 2005માં સાધુ બની ગયો હતો વધુમાં મૃતક ની માતાએ જણાવ્યું હતું મનીષા એક બે મહિના પહેલા મળી હતી અને ત્યારબાદ તે મને મળી પણ નથી તેઓ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. હાલમાં પોલીસ કર્મચારી આ સમગ્ર મામલાની વધુ તપાસ ચાલુ કરી દીધી છે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે આ તેની પાછળ કોણ જવાબદાર છે.

Leave a Reply

Your email address will not be published.