મંદિરે આવવાની ના પડીતો માતા-પિતાએ આપ્યો ઠપકો તો દીકરાએ ઘરે ઓઢણી બાંધી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

પારડી વલસાડી ઝાંપા વિસ્તારમાં રહેતા 20 વર્ષના છોકરા એ તેના માતા પિતા ને તેમની સાથે મંદિર જવાની ના પાડી દીધી હતી એટલે માતા પિતા તરફથી છોકરા ને ઠપકો મળતા છોકરા ને ખોટું લાગતા છત પરના લોંખડ ના ખીલા પર ઓઢણી બાંધી ને ગળે ફાંસો ખાઈ લીધો હતો. જયારે તેના માતા પિતા મંદિરે થી પરત ફર્યા ત્યારે તેમનો પુત્ર ગળે ફાંસો ખાઈ લીધેલ હાલતમાં જોવા મળ્યો હતો જે જોઈને તેમને ધ્રાંસકો લાગી ગયો હતો.

પારડી વલસાડી ઝાંપા વિસ્તારમાં રહેતા સરમુખભાઈ કાશીરામ માંગ ગયા રવિવારના રોજ સાંજે વલસાડ ભાગડાવાડા દશામાં ના મંદિરે દર્શનાર્થે તેની પત્ની રેખાબેન સાથે જવા નીકળ્યા હતા.જયારે પુત્ર એ પોતાના માતા પિતા સાથે મંદિરે જવાની ના પાડી ત્યારે માતા પિતા એ પોતાન છોકરાને કહ્યું કે ” કેમ તારે આવુ નથી??

ભાડુ ખર્ચી ને જઈએ છીએ તો કેમ તારે આવું નથી?? આ પ્રકાર નો મીઠો ઠપકો મળ્યો હતો જે સાંભળી ને છોકરાને લાગી આવ્યું અને તેને માતા પિતા ના ગયા બાદ ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરત આવ્યા બાદ પુત્ર મૃત હાલતમાં મળી આવ્યો હતો માતા-પિતા મંદિરે ગયા હતા, જ્યારે તેઓ રાત્રે 8 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો.

સાગર ગળે ફાંસો ખાધેલી હાલત માં જોવા મળ્યો હતો. ફરજ પરના તબીબે સાગરને મૃત જાહેર કર્યો હતો. તેને નજીકની પારડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. માતા-પિતાએ મંદિરે આવવા માટે ઠપકો આપતાં સાગર એ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેને કારણે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છે. પારડી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.