ડીસા ઓવરબ્રિજ પર અકસ્માત: ટ્રક-ટ્રેલરની ટક્કરમાં ડ્રાઈવર-ક્લીનરનું મોત, હાઇવે મરણચોસોથી ગુંજી ઉઠ્યો

બનાસકાંઠામાં આજે ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ ડીસા ઓવરબ્રિજ પર એક ખુબજ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અને ત્યાં રોંગ સાઈડથી આવી રહેલી ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ડીસા પોલીસે પાંચ કલાકની જહેમત બાદ ક્રેઈનની મદદથી મૃતદેહને ટ્રેલરમાંથી બહાર કાઢ્યો હતો. આમ આ અકસ્માત થયા બાદ બંને મૃતદેહોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. પત્થર અને કેબીન વચ્ચે ફસાયેલા ડ્રાઇવર-ક્લીનરનું મોત ડીસાના એલિવેટેડ બ્રિજ પર મંગળવારે વહેલી સવારે ગોઝારોને અકસ્માત નડ્યો હતો.

પાલનપુર તરફથી આવી રહેલું પથ્થર ભરેલું ટ્રેલર ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. તે જ સમયે ધાનેરા તરફથી આવતી જીરૂ અને જુવાર ભરેલી ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને વાહનોની કેબીનોને નુકસાન થયું હતું. ટ્રેલર ખડક અને કેબિન વચ્ચે ફસાઈ જતાં ડ્રાઈવર અને ક્લીનરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રકમાં બેઠેલા બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેઓનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માતમાં બંને વાહનોની કેબીનોને નુકસાન થયું હતું. પોલીસે સતત 5 કલાક સુધી રાહત કામગીરી હાથ ધરી હતી ઘટના બાદ ડીસા દક્ષિણ પોલીસ અને હાઇવે ટ્રાફિક પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ સતત પાંચ કલાક સુધી ક્રેઈનની મદદથી રાહત કાર્ય કરતા ટ્રેલરની કેબીનમાં ફસાયેલી લાશને બહાર કાઢી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવા મોકલ્યા હતા. ડીસા દક્ષિણ પોલીસ અને હાઇવે ટ્રાફિક પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *