ડીસાના કુચાવાડા ગામમાં કાર અને રિક્ષા વચ્ચે થયું ભયંકર અકસ્માત, ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું

આજકાલ આપણને દિવસે દિવસે અકસ્માતના બનાવ ખૂબ જ સાંભળવા મળે છે. ગાડી ચલાવવાની બેદરકારીને કારણે લોકો અકસ્માતના ભોગ બને છે. ડીસાના કુચાવાડા ગામ માં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કાર અને રિક્ષા વચ્ચે શુક્રવારના રોજ ખૂબ જ ભયંકર અકસ્માત થયો હતો. જેને કારણે રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. લોકો આ અકસ્માતને જોવા માટે ટોળા ને ટોળા ઉમટી પડ્યા હતા. અને રાહદારીઓ માં પણ ગભરાટ જોવા મળ્યો હતો.

પોલીસને પણ આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે આવી ગઈ હતી. છેલ્લા કેટલાય સમય બનાસકાંઠાજિલ્લામાં ખૂબ જ માર્ગ અકસ્માતો જોવા મળી રહ્યા છે. લોકો બેફામ રીતે ગાડી ચલાવીને નિર્દોષ લોકોને મારી નાખે છે. ડીસાના કુચાવાડા ગામ માં પણ એક કાર અને રિક્ષા સામ સામે જોરદાર અથડાઈ હતી. જેમાં રીક્ષા ચાલકનું કમકમાટીભર્યુ મોત નીપજયું હતું.

ઘટનાસ્થળે જ રિક્ષાચાલકનું મોત થવાથી તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ થતા તાત્કાલીક જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે લઇ ગઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે લોકો તેને જોવા માટે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ રસ્તે જતા રાહદારીઓમાં પણ બીક પેસી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *