પલભરમાં જ આખો પરિવાર ખતમ થઈ ગયો, દિવાળીની ખરીદવા માટે બે દીકરા સહિત માતા વડોદરા ગઈ હતી ને અચાનક જ કાળ ભળખી ગયો, પાંચ દિવસ સુધી તો આ લાશને લેવા માટે પણ કોઈ ન આવ્યું…

થોડા દિવસ પહેલા વડોદરા ના દરજીપુરા એરફોર્સ પાસે કન્ટેનર અને છકડા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં ટોટલ 10 લોકોના મૃત્યુ થયા હતા જેમાંથી 10 પૈકી સાત લોકોની ઓળખ થઈ શકી હતી જ્યારે ત્રણ લોકોને ઓળખ પોલીસ કર્મચારીઓ ઓળખ કરી રહ્યા હતા પરંતુ આટલા દિવસો થઈ ગયા પરંતુ લાસ્ટ ને કોઈ લઈ જવા માટે પણ આવ્યું ન હતું, ત્યારે પોલીસ અધિકારીઓએ આ ત્રણે મૃતદેહને સિયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા હતા. જેથી હરણી પોલીસે મૃતદેહના પાસેથી મોબાઇલના સીમકાર્ડના આધારે પાંચ દિવસ બાદ પરિવારની ઓળખ કરી.

ત્રણેય મૃતદેહ માં માતા સહિત બે પુત્રો હોવાનો પોલીસને જાણ થઈ છે જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાના પતિ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે જેથી પતિને પેરોલ મળ્યા બાદ બે બાળકો સહિત પત્નીના અંતિમ સંસ્કાર તે પોતે કરશે, વડોદરા નજીક આવેલા ખન્ટબા નવી નગરીના મકાન નંબર 156 માં રહેતા ઉર્મિલાબેન પ્રવીણભાઈ બારીયા તેમના બે પુત્ર વિશાલ પ્રવીણભાઈ બારીયા અને અક્ષય પ્રવીણભાઈ બારીયા ની સાથે ચાર ઓક્ટોબરના રોજ દિવાળીની ખરીદવા માટે વડોદરા નીકળ્યા હતા.

જ્યાં આ સમયે અકસ્માત છકડામાં વડોદરા આવવા માટે આ ત્રણેય મા દીકરો બેઠા અને દરજીપુરા એરફોર્સ પાસે કન્ટેનર અને છકડા વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જ્યાં મહિલા સહિત બે બાળકોના ઘટના સ્થળે જ જીવ ચાલ્યા ગયા હતા અને આખા પરિવારનો માળો વિખાઈ ગયો હતો કરુણતા તો એ હતી કે મહિલાનો પતિ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હોવાથી આટલા દિવસો સુધી કોઈપણ લાશને લેવા પણ ન આવ્યું.

પરિવારમાં બીજું કોઈ ન હોવાથી મહિલા અને બંને બાળકોની ઓળખ થઈ શકે ન હતી જોકે બાદમાં પોલીસ અધિકારીઓના વધુ તપાસ બાદ મહિનાના પાસે પડેલા મોબાઈલ માંથી સીમકાર્ડના આધારે મહિલા ના પરિવારની ઓળખ થઈ શકે ત્યારે હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ વેકરીયા સાહેબ ના જણાવ્યા અનુસાર મહિલાનો મૃતદેહ વડોદરા ની સયાજી હોસ્પિટલમાં કુલ રૂમમાં રાખવામાં આવ્યો હતો જે હવે ઓળખ થયા બાદ આ મૃતદેહોને તેના પતિને સોંપવામાં આવશે.

અને પતિ જેલમાંથી પેરલ પર છૂટ્યા બાદ ત્રણેયના મૃતદેહ પતિને સોંપવામાં આવશે જે બાદ પતિ પોતાની પત્ની સહિત બંને દીકરાને અંતિમ સંસ્કાર કરશે, જાણવા મળતી માહિતી મુજબ 4 ઓક્ટોબર ના રોજ વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારના એરફોર્સ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં છકડા સાથે કન્ટેનર ની ભયંકર ટક્કર થઈ હતી અને આ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ થયા હતા અને સાતને સારવાર દરમિયાન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *