સમાચાર

ગુજરાત: દિવાળી પર કંપનીએ કર્મચારીઓને દિવાળી બોનસમાં આપી ઇલેક્ટ્રિક ગાડી

દિવાળીના અવસર પર, ગુજરાતની એક કંપનીએ તેના તમામ કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટમાં આપ્યા છે. જે સાંભળવામાં થોડુ અવિશ્વસનીય લાગે પરંતુ તે એકદમ સાચી વાત છે. તમારે પણ આ કંપની વિશે જાણવુ જોઈએ. જેનાંથી તમને પણ આ આર્ટિકલ વાચવામાં ઉત્સાહ થશે. કંપનીના ડાયરેક્ટર સુભાષ દાવરનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. જે એકદમ સત્ય વાત પણ છે. અને આપણે આપણી જ આંખ સામે જોઇ રહ્યા છીએ કે કેટલો બધો પેટ્રોલ માં ભાવ વધારો થઈ રહ્યો છે.

તેમને નક્કી કર્યું છે કે અમે અમારા તમામ કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર આપવા જોઈએ. આ કારણે તેમની આર્થિક સ્થિતિ સારી રહેશે. ગુજરાતના વેપારીઓ દિવાળીના અવસર પર તેમના કર્મચારીઓને મોંઘી ભેટ આપવા માટે જાણીતા છે. જે દરેક લોકો જાણતા જ હોઈ છે. ગમે તે કંપની હોય ભલે તે નાની હોય કે મોટી તે તેના કર્મચારી ઓ ને નાનું અથવા મોટી કંઈ પણ વસ્તુ બોનસ તરીકે આપતા રહેતા હોય છે. જેનાથી કર્મચારી વચ્ચે ઉત્સાહ માં વધારો થતો હોય છે. અને તેના ઉત્સાહ ના કારણે કંપની ને પણ છેલ્લે ખૂબ જ વધારે પ્રમાણમાં ફાયદો થતો હોય છે.

હીરાના વેપારી સવજી ધોળકિયાએ તેમના કર્મચારીઓને કાર, ફ્લેટ અને મોટી રકમની એફડી આપી છે. અને તેમની કંપની માં કામ કરવું દરેક લોકો નસીબ દાર છે. તેમ પોતાની જાતને કહેતા હોય છે. જે ખૂબ જ મોટી વાત છે. તેમ કહેવું ખોટુ નથી. હવે આ યાદીમાં લક્ષ્મીદાસ વેકરિયાનું નામ પણ જોડાયું છે. જેમણે આ વખતે પોતાના 35 કર્મચારીઓને ઈલેક્ટ્રિક સ્કૂટર ભેટમાં આપ્યું. જે ની કિંમત ખુબ જ વધારે થાય છે. તે દરેક લોકો જાણે જ છે. તેમને ખુબ જ મોટી ભેટ આપી છે. તેમ કહી શકીએ. અને તે 35 કર્મચારી ખુબ જ નસીબદાર છે. જેને આ સ્કૂટર મળતા છે. તેમ કહેવું ખોટું નથી.

કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટ આપનાર સુરતની આ જાણીતી કંપનીનું નામ છે એલાયન્સ ગ્રુપ છે. જેનું નામ કદાચ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તેમ કહી શકીએ. પેટ્રોલ અને ડીઝલ અને અન્ય વસ્તુઓની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, કંપનીએ તેના કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટ આપવાનો નિર્ણય કર્યો હતો. આવો વિચાર ભાગ્યે જ કોઈ કંપની ને આવતો હોય છે. અને જેને આ વિચાર આવે છે. તે ખુબ જ સારી કંપની હશે. તેમ કહી શકીએ. અને તે ખુબ જ પ્રગતિ માં પંથે હશે તેમ કહી શકીએ.

કંપનીનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના આસમાનને આંબી જતા ભાવો ઉપરાંત તેનાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે. તેનાથી બેવડો ફાયદો થશે. ગુરુવારે દિવાળી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં કર્મચારીઓને આ સ્કૂટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. કંપનીના આ પ્રસારથી કર્મચારીઓ ખૂબ જ ખુશ છે. કર્મચારીઓનું કહેવું છે કે આનાથી કામ કરવાનો ઉત્સાહ વધુ આવ્યો છે. અને તેનાથી અમને પણ ઘણો ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *