સમાચાર

લગ્નમાં નાચતી વેળા અચાનક જ યુવક જમીન પર ઢાળી પડ્યો, ડીજેમાં નાચતી વેળા યુવકનું મોત

ગઈ 5 મેના રોજ માંડવીના અરેથોમાં ડીજે પર ડાન્સ કરતા વરરાજાનું મૃત્યુ થયું હતું..ડાન્સ કરતી વખતે ચક્કર આવતા તે જમીન પર પડી ગયો હતો.પિતરાઇ ભાઇના અવસાન બાદ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો લગ્નની મોસમ પૂરજોશે ચાલી રહી છે ત્યારે લગ્નના શુભ અવસરે ડીજેના તાલે ગરબે ઘૂમતા યુવકના મોતનો વધુ એક કરુણ કિસ્સો સામે આવ્યો છે.

5 મેના રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામમાં રહેતા મિતેશ ચૌધરી નામના યુવકનું તેના લગ્ન પ્રસંગે ડીજે નાઈટમાં ડાન્સ કરતી વખતે મોત થયું હતું. જે બાદ આવી જ વધુ એક કરુણ ઘટના ઓલપાડ તાલુકાના કણજ ગામમાં પ્રકાશમાં આવી છે. આ દુ:ખદ કિસ્સામાં પણ ડીજેના તાલે નાચી રહેલા અકયુવાનનું રહસ્યમય મોત થતાં શ્રમિક પરિવારના લગ્નનો આનંદ પ્રસંગ છવાયેલો છે.

મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના કણજ ગામના હળપતિ વાસમાં સુનિલ ભગવતીભાઈ રાઠોડ (19) નામનો યુવાન મજૂરી કરતો હતો. સુનીલના માતા-પિતાના અવસાન બાદ તે તેના મોટા ભાઈ સાથે ખેતરમાં કામ કરતો હતો. 16 તારીખે સુનિલા કાકાની દીકરીના લગ્ન હોવાથી ડીજે કાર્યક્રમ રાખ્યો હતો.આથી સુનીલ મોડી રાત્રે તેના કાકાના ઘરના આંગણામાં મિત્રો અને સંબંધીઓ સાથે સંગીતના તાલે નાચી રહ્યો હતો.જ્યાં એકાએક તે જમીન પર ઢળી ગયો અને મૃત્યુ પામ્યો હતો.

બપોરે 1.30 વાગ્યાની આસપાસ સુનીલ અચાનક બેભાન થઈને જમીન પર પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જો કે આ મામલે મૃતક સુનિલના મિત્રોનું કહેવું છે કે સુનીલ ડાન્સ કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક ચક્કર આવતા તે ડાન્સ કરતો બહાર આવ્યો હતો. બેન્ચ પર બેઠા પછી તરત જ તે બેન્ચ પર પડી ગયો.108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં 15 મિનિટ લાગી હોવાથી સુનીલને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં ફરજ પરના તબીબે સુનિલને મૃત જાહેર કર્યો હતો. સાયન આઉટ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મૃત્યુનું કારણ જાણવા માટે પરિવારજનો હવે પીએમ રિપોર્ટ પર આધાર રાખી રહ્યા છે. કેટલીકવાર ડીજેના અવાજથી બારીના કાચ તૂટી જવાની ઘટના પણ સાંભળી છે ત્યારે આ તો આપણું માનવ હૃદય છે તેને અસર ન થાય??? શું સુનિલ નું મૃત્યુ ડીજે ના મોટા અવાજ ને કારણે થયું હશે?? પીએમ બાદ જ મૃતક સુનિલનો રિપોર્ટ આવ્યા બાદ જ તેનું રહસ્ય ખુલશે.

Leave a Reply

Your email address will not be published.