સમાચાર

હવામન વિભાગે કરી આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી રહી છે અને તેવામાં રાહતના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. આમ સૌ કોઈ લોકો હવે રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવે ઉનાળાનો અંત આવતા જ કેરળમાં ચોમાસું બેસી ગયું છે. અને તે ખૂબ જ ઝડપી આગળ વધી રહ્યું છે આમ ચોમાસુ રાજ્યમાં બેસી જશે લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવનાર પાંચ દિવસમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તથા અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ વરસી શકે છે અને ત્યાં જ અમરેલી બોટાદ સુરેન્દ્રનગરમાં પણ સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે અલગ-અલગ વિસ્તારમાંવરસાદી ઝાપટા પડી શકે છે અને અમુક વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. અને હવામાન વિભાગે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી હતી પરંતુ અત્યાર સુધી વરસાદનું આગમન જોવા મળી નથી આમ બીજી બાજુ અમદાવાદમાં ગરમી ખૂબ જ કાળઝાળ પડી રહી છે અને તે ઓછી થવાનું નામ લેતી નથી ત્યારે શહેરમાં સામાન્ય કરતાં ૨ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે તેથી લોકો વધુ ગરમી માં તકલીફમાં મુકાઈ ગયા છે.

બીજી બાજુ અમદાવાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ ભાગમાં હજુ આગામી ચાર દિવસ સુધી સામાન્ય હળવો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ૪૨ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યો હતો અને તે સુરેન્દ્રનગરમાં હતો.આમ અમદાવાદ શહેરમાં ઓછામાં ઓછુ તાપમાન 29.9 ડિગ્રી અને વધુમાં વધુ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું હતું.

આવનાર ચાર દિવસ દરમિયાન આ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે શનિવારે : આણંદ, અમદાવાદ,વડોદરા,નવસારી,તાપી, ડાંગ વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. રવિવારે : અમદાવાદ, આણંદ, નવસારી, તાપી, વડોદરા, વલસાડ, દમણ દાદરાનગર હવેલી અને ભાવનગર તથા અમરેલીમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

સોમવારે : સુરત, નવસારી, અમદાવાદ, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને દીવ માં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. મંગળવારે: સુરત, નવસારી, અમદાવાદ, તાપી, ડાંગ,વલસાડ, દમણ, દાદરાનગર, ગીર સોમનાથ, ભાવનગર અમરેલીમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. આમ હવામાન વિભાગે ઉપર જણાવેલા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published.