ઘરેથી પ્રેમલગ્ન કરાવી દેવાની નાં પાડતા જ યુવક-યુવતીએ નસો કાપીને 7માં માળેથી પડતું મુક્યું, અંતિમ ચિઠ્ઠીમાં લખતા ગયા એવું કે…
માતા પિતા અને સમાજના લોકો માટે ખૂબ જ ચોંકાવતો એક કિસ્સો અત્યારે ઉત્તરપ્રદેશના લખનઉમાંથી સામે આવી ગયો છે. આ ઘટના બનતાની સાથે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. વહેલી સવારે એક યુવક અને યુવતીની લાશ મળી આવતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં માહોલ સર્જાઈ ગયો છે..
જ્યારે સવારના સમયે કેટલાક લોકોએ સોસાયટીની અંદર આપણને યુવક યુવતીઓને મૃત હાલતમાં જોયા ત્યારે તેમનાં હોશ છૂટી ગયા હતા. તેઓએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી તેમજ આ યુવતીના માતા-પિતાને પણ જાણકારી પહોંચાડવામાં આવી હતી.
આ સોસાયટીમાં રહેતા 20 વર્ષના યુવકને યુવતી તેમના ઘરે પ્રેમ લગ્ન કરવા માટેની વાતચીત મૂકી હતી, પરંતુ પરિવારના સભ્યોએ મનાઈ કરી દેતા તેમને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું અને તેઓએ વિચાર્યું હશે કે હવે તેઓ ક્યારે પણ એક થઈ શકશે નહીં. એટલા માટે તેઓએ ટેરેસ ઉપર જઈ સાતમાં મળે પહેલા બંને પોતાના હાથની નસો કાપી નાખી હતી..
જેમાં બંને વ્યક્તિનું મોટાભાગનું લોહી નીકળી ગયું હતું અને ત્યારબાદ તેમને સાતમા માળેથી પડતુ મૂકીને આપઘાત કરી લીધો હતો. ઘટના સામે આવ્યા બાદ યુવતીના માતા પિતાના તો ડોળા ફાટી ગયા છે. યુવતીની માતા તો તેને ત્યાં ઢળી પડી હતી. તે તેની દીકરીના મૃત્યુના સમાચારને સહન કરી શકી નહીં..
અને તે ખૂબ જ ભાંગી પડી હતી, તો અન્ય વ્યક્તિઓ પણ દુઃખના ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. જ્યારે તેઓએથી નીચે પડતો મૂક્યો હતો. ત્યારે રાતનો સમય હોવાથી ત્યાં કોઈપણ વ્યક્તિ હાજર હતું નહીં. તેઓએ એક અંતિમ ચિઠ્ઠી પણ લખી છે, જે પોલીસના હાથમાં આવતા તેઓએ વાંચી હતી..
આ અંતિમ ચિઠ્ઠીની અંદર તેઓ લખ્યું હતું કે, તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. અને તેઓ જન્મો જનમ સુધી સાથે રહેવા પ્રેમ લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તેમના પરિવારજનો તેમને લગ્ન કરાવવાની ના પાડતા હતા એટલા માટે તેઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે.
દીન પ્રતિ દિન આપઘાતના બનાવો ખૂબ જ વધારે માત્રામાં બનવા લાગ્યા છે. એમાં પણ જુવાન યુવક યુવતીઓમાં આપઘાત કરવાના કિસ્સાઓએ વાયુવેગે આગળ વધી રહ્યા છે. જે દરેક મા બાપ માટે ખુબ જ ચોંકાવનારી બાબત છે. આ કિસ્સાને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે.