હેલ્થ

સાવધાન!! ચા પીધા પછી તમે પણ પીઓ છો પાણી? તો થઇ જાવ સાવધાન

ઘણા લોકોને એક કડક ચા મળી જાય તો તે ખુશ થઇ જતા હોય છે. પરંતુ તે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે છે. ખરેખર, કેટલાક લોકોને એવું હોય છે કે ચા પીધા પછી તરત જ તરસ લાગે છે, તેઓ તરત જ અથવા માત્ર ૧૦-૧૫ મિનિટ પછી જ પાણી પીવે છે. જો કે, ગરમ ચા અને ઠંડુ પાણી બંનેનું મિશ્રણ માત્ર દાંત માટે જ નહીં પણ પેટ માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો અમે આજે તમને જણાવીએ કે ગરમ ચા પીધા પછી ઠંડુ પાણી પીવું તમારા માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે.

ચા પીધા પછી કેમ તરસ લાગે છે? પહેલા તો આપણે એ જાણીએ કે ચા પીધા પછી તરસ કેમ લાગે છે તો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એક કપ ચામાં લગભગ ૫૦ મિલિગ્રામ. કેફીન રહેલું હોય છે, પેશાબની ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. આનાથી તમને પેશાબ ઝડપથી આવે છે અને તરસ પણ વધુ લાગે છે. જ્યારે વધુ પડતી મૂત્રવર્ધક સ્થિતિને લીધે, શરીરમાં પાણીની અછત સમયે થાય છે, જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી કહેવાતું.

ચા પછી કેટલા સમય પછી પાણી પીવું જોઈએ? તમે ચા અથવા કોઈપણ ગરમ પીણુ પીવો છો તેના પછી ક્યારેય તરત જ પાણી પીવું જોઈએ નહીં. આ ટેવ લાંબા સમયે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય રીતે ગરમ પીણાં પીધા પછી ઓછામાં ઓછા ૧૫-૨૦ મિનિટ પછી પાણી પીવું જોઈએ. આ ઉપરાંત, દિવસ દરમિયાન ૨-૩ કપથી વધુ ચા ક્યારેય ણ પીવી જોઈએ.

ચા પીધા પછી પાણી પીવાથી આ નુકસાન થઈ શકે છે: દાંતની સમસ્યા: ગરમ ચા અને ઠંડા પાણીણા મિશ્રણથી દાંતનો દુખાવો થઈ શકે છે. ખરેખર, આમ કરવાથી અચાનક મોઢાના તાપમાનમાં પરિવર્તન આવી જાય છે અને દાંતની ચેતા અને ઉપલા સ્તરના ઇનૈમિલને અસર કરે છે. તેનાથી દાંતની સંવેદનશીલતામાં વધારો થાય છે, ઠંડા અને ગરમ લાગવાની સમસ્યા થાય છે.

પેટ અલ્સર: આવું કરવાથી પેટના અલ્સર અને પાણી પીવાની સંભાવના પણ વધી જાય છે. સાથે જ તેનાથી પેટની એસિડિટી, કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. નાકમાંથી લોહી નીકળવું: ચા પીધા પછી તરત જ પાણી પીવાથી નાકમાંથી લોહી નીકળી શકે છે. આને કારણે તમારે ઘણી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શરદી ઉધરસ: ગરમ અને ઠંડાનું મિશ્રણ તમને શરદી અને ખાંસી જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. જ્યારે ગરમ અને ઠંડું પીણું એક જ સમયે પીવાથી તમારો અવાજ પણ બેસી શકે છે. ચા પહેલાં પાણી પીવો: ચા પીતા ૩૦ કે ૧૫ મિનિટ પહેલાં પાણી પીવું વધુ સારું ગણાય છે. ખરેખર, જ્યારે તમે ચા અને કોફી પહેલાં ૧ ગ્લાસ પાણી પીવો છો ત્યારે શરીરમાં એસિડનું પ્રમાણ ઘટી જતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *