સમાચાર

સારવાર માટે નીકળેલા ડોક્ટરને છોકરીવાળાઓએ કિડનેપ કરીને લગ્ન કરાવી દીધા અને હવે…, હજી ગાયબ છે ડોક્ટર

આજકાલ કિડનેપિંગના, આત્મહત્યાના વગેરે કિસ્સા વધી ગયા છે. તેમાં પણ બિહારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે તેમાં બિહારમાં આવેલા બેગુસરાઈ માં એક સેનેટરી ડોક્ટરનુ કિડનેપિંગ થઈ ગયું હતું, અને કિડનેપ કરીને તેના લગ્ન કરી દેવામાં આવ્યો હતો. આ ડોક્ટર સોમવારે પોતાના ઘરેથી પશુ નો ઈલાજ કરવા માટે નીકળ્યા હતા. અને આ ઈલાજ કરવા માટે જ્યારે તે ઘરેથી નીકળ્યા ત્યારે રસ્તામાં જ તેમનું અપહરણ કરી દેવામાં આવ્યો હતો અને તેનું કારણ જાણીને તમે પણ આશ્ચર્યમાં મૂકી દો તેનું અપહરણ કરીને તેને મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા.

તેમને મંદિરમાં લઈ જઈને તેમના લગ્ન એક યુવતી સાથે કરી દેવા. અને પોલીસના જણાવ્યા અનુસાર તે હજુ સુધી ઘરે પાછા આવ્યા નથી આમ તેમના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ પોલીસે આ ડોક્ટર સત્ય શોધવા માટે ઘણી બધી જગ્યાએ પોતાની નજર ફેરવી છે. અને ઘણી બધી જગ્યાએ પણ પાડ્યા છે. આ સમગ્ર ઘટના તોઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના મંગળવારે બહાર આવી હતી તેમાં સવારના પહોરમાં પિઢૌલી ગામમાં રહેતા સુબોધ કુમાર ઝાના મોબાઇલ પર એક વિડીયો વાયરલ થઈ ગયો હતો. આ વિડીયો તેમના દીકરા સત્યમના લગ્નનો વિડિઓ બહાર આવ્યો હતો. અને આ વીડિયોમાં તેમણે જોયું કે તેમના દીકરા સત્ય ની પાસે એક છોકરી બેઠી હતી અને બ્રાહ્મણ મંત્ર વાંચતા હતા આમ આજુબાજુ ઘણા બધા લોકોની ભીડ હતી આમ તેમને આ વીડિયો જોઈને લાગ્યું કે તેમાં તેમના દીકરા ના લગ્ન થઈ રહ્યા હતા આમ તેમના પરિવારજનોની ચિંતા વધી ગઈ હતી.

આ વીડિયો જોયા છોકરાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો અને સોમવારની બપોરે જ્યારે સત્યમ કુમાર પશુઓ નો ઈલાજ કરવા માટે એક જગ્યાએ ગયો હતો ત્યારે રસ્તામાં જ તેમને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું. આમ તે સાંજ સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. આમ પરિવારે પોલીસને જણાવ્યું હતું કે હસનપુર ગામના વિજય સિંહ નામના એક વ્યક્તિએ સત્ય નું અપહરણ કરી દીધું છે ત્યારબાદ તેના બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરાવી દીધા છે.

જ્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે છોકરી વાળા એ સત્ય ના પિતા ના મોબાઈલ માં એક વિડીયો મોકલી આપ્યો હતો અને આમ તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને જણાવ્યું હતું કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે અને આમ તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને આ ફરિયાદના આધારે પોલીસે સત્યમની શોધખોળ શરું કરી દીઘી છે. આમ તેઘરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રેમ પ્રકરણ માનીને આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ લગ્ન ગઢપુરા પોલીસ સ્ટેશનના મોડતર ગામ માં થયા હોય તેવું લાગી રહ્યું છે.

આ જગ્યાએ છોકરી ની માસી નું ઘર આવેલું છે આમ આ લગ્ન પણ ત્યાં જ કરાવવામાં આવ્યા હશે તેવું પોલીસે લાગી રહ્યું છે આમ સમગ્ર ઘટનાને હાથમાં લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ તેમના દીકરાનું અપહરણ થઈ ગયું છે તેવો પણ આરોપ લગાવ્યો છે આમ છોકરીના પરિવારજનોએ છોકરાં છોકરી ને કોઈક બીજી જગ્યાએ મોકલી દીધા છે. જણાવી રહી છે કે જ્યારે સત્યમ મળી જશે ત્યારે જ સમગ્ર ઘટના કઇ રીતે બની અથવા તો શું થયું છે તે ત્યારે જ જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published.