હેલ્થ

શું તમારે પણ ઘટાડવું છે વજન તો પીવો આ એક દાળનું પાણી

શિયાળાની ઋતુ આવતા જ ગરમાગરમ સૂપ પીવાનું ઘણા લોકોને મન થાય છે. પરંતુ આ એક વાત જાણવા જેવી છે, સૂપ કરતાં મસૂરની દાળનું પાણી કરીને પીવું પણ વધુ ફાયદાકારક છે. મસૂરની દાળ એક સુપરફૂડ માનવામાં આવે છે, જે ઘણા વિટામિન્સ અને મિનરલ્સની ખાણ પણ માનવામાં આવે છે. શિયાળામાં દાળનું પાણી પીવાથી શરીરને ગરમી મળે છે. જેના કારણે તમને શરદીમાં રાહત રહે છે અને શરદી-તાવ પણ દૂર રહે છે. હવે તમારા મનમાં આવો સવાલ આવતો જ હશે કે આખરે વજન ઘટાડવા માટે કયું દાળનું પાણી પીવું જોઈએ.

ભારતમાં કઠોળના ઘણા બધા પ્રકારો છે, જેમાં મગની દાળ, કાળી મસૂરની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ, લાલ મસૂર વગેરેનો સમાવેશ થાય છે. તમે આ કોઈપણ કઠોળમાંથી પાણી પી શકો છો. આ દરેક દાળમાં ન્યુટ્રિશન્સ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. જો ઘરે મસૂરની દાળનું પાણી બનાવવું હોય તો આ રીતે બનાવો…

સૌપ્રથમ તો દાળને પાણીથી ધોઈ નાખો અને પછી કૂકરમાં મૂકો. હવે દાળની સાથે એક ચપટી હિંગ ઉમેરો. હવે કૂકરમાં જેટલી દાળ છે તેની માત્રામાં ત્રણ ગણું પાણી કૂકરમાં ઉમેરો અને તેને ૪-૫ સીટી વાદે ત્યાં સુધી રહેવા દો. હવે થોડા સમય પછી કૂકર ખોલો અને જુઓ, જો દાળ સારી રીતે રંધાઈ ન હોય તો હજી થોડી સીટી વધુ વાગવા દો. હવે દાળ રંધાઈ ગયા બાદ તેના પાણીમાં સ્વાદ અનુસાર મીઠું અને દેશી ઘી મિક્સ કરી તેને ગરમા-ગરમ પીઓ.

૧. રોગપ્રતિકારક શક્તિ વધારવા: મસૂરની દાળના પાણીમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ જેવા વિવિધ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ખુબ જ મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાથી શરીરની રોગો અને ચેપ સામે લડવાની ક્ષમતા વધી જાય છે અને રોગો દૂર રહે છે.

૨. વજન ઘટાડવામાં ફાયદાકારક: દાળમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેલરી હોય છે, જેના કારણે શરીરમાં ચરબી વધતી નથી. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો ડાયટ પ્લાનમાં મસૂરની દાળનું પાણી ચોક્કસ પીવું જોઈએ. તે તમને ઓછી કેલરી સાથે ફાઈબર અને પ્રોટીન આપશે, જે શરીરને મજબૂત બનાવશે અને વજનમાં પણ ઘટાડો કરશે.

૩. પાચનમાં મદદરૂપ: મસૂરની દાળનું પાણી એ શરીરના પાચનતંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મસૂરની દાળ ખૂબ જ હળવી હોય છે, જે આપણા પાચન તંત્ર દ્વારા સરળતાથી પચી જાય છે. આ સાથે શરીરમાં હાઇડ્રેશન વધી જાય છે અને આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે. આ દાળનું પાણી પીવાથી ગેસ, પેટ ફૂલવું, અપચો, કબજિયાત, બળતરા જેવી ઘણી બધી સમસ્યાઓ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *