ડૂબતા મિત્રને બચાવવા એક પછી એક મિત્ર સરોવરમાં કૂદકો માર્યો જોતામાં એક સાથે સાત યુવકો ડૂબી ગયા…
હિમાચલ પ્રદેશના ઉના સ્થિત ગોવિંદસાગર સરોવરમાં એક સાથે શાંત યુવાનો ડૂબી જવાના ઘટના અત્યારે પ્રકાશવામાં આવ્યું છે આ બધા યુવાનો પંજાબના મોહાલી ના રહેવાસી છે એવું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના બપોરે લગભગ ત્રણ વાગ્યે આસપાસ બની હતી જ્યાં ગરીબનાથ મંદિર નજીક સરોવરમાં સૌ પ્રથમ એક યુવક ડૂબી ગયો હતો અને બાદમાં તેને બચાવવા માટે છ યુવકો પાણીમાં કુદી પડ્યા હતા જોકે આ પૈકી કોઈ પાણીની બહાર આવી શક્યા ન હતા.
આ તમામ યુવકોના મૃતદેહ અત્યારે મળી આવ્યા છે અને મંગળવારે પોસ્ટમોર્ટમબાદ પરિવારને મૃતદેહને સોંપવામાં આવ્યા છે. પંજાબના મુહાલી ના રહેવાસી આ 11 યુવકો નેનદેવીના દર્શન કરવા માટે આવ્યા હતા દર્શન બાદ તેઓ બાબા નાનકનાથ મંદિરના દર્શન કરવા માટે નીકળી ગયા હતા બપોરના 12:00 વાગ્યા આસપાસ તેઓ બાબા ગરીબનાથ મંદિર એ પહોંચી ગયા હતા.
અને ત્યારે દર્શન બાદ એક યુવક ગોવિંદ સાગર સરોવરમાં નાહવા માટે ઉતર્યો હતો જે ઊંડા પાણીમાં ડૂબી ગયા હોવાથી તેને જોઈને છ યુવકો બચાવવા માટે તેઓ પણ સરોવરમાં કુદી પડ્યા હતા. વરસાદને કારણે આ સરોવરમાં વધારે પ્રમાણમાં પાણી હતું.
જે અંગે તેઓ કોઇ અંદાજ લગાવી શક્યા ન હતા અને તેના કારણે આ તમામ યુવકો સરોવરમાં ડૂબી ગયા હતા અન્ય સાથીઓએ બૂમો પાડી અને તેને કારણે આજુબાજુમાં રહેતા લોકોએ ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને સ્થાનિક લોકોના મદદ થી તરવાઇયા હોય સરોવરમાં ડૂબી રહેલા યુવકોની શોધખોળ કરવાનો તાત્કાલિક ધોરણે ચાલુ કરી દીધું હતું.
ત્યારબાદ સાંજના છ વાગે આસપાસ આ છ યુવકો ના મૃતદેહ સરોવરમાંથી કાઢવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ તો ડૂબી જનારા છ યુવકો છે 16 થી 19 વર્ષની વચ્ચેના વયના હતા જ્યારે એક યુવક 32 વર્ષનો હતો આ તમામ યુવકો પંજાબના મોહાલી જિલ્લાના બનુડ વિસ્તારના રહેવાસી છે.
અસ્મરણ ઘટનાની જાણકારી આપતા બીએસપી હેડ ક્વાર્ટર કુલિન્દરસિંહ જણાવ્યું હતું કે સરોવરમાં ડૂબનારા વ્યક્તિઓ જેમાં પવન 35 વર્ષનો, રમન કુમાર 19 વર્ષ, લાભ સિંગ 17 વર્ષ, લખવીર સિંહ સોળ વર્ષ, અરુણકુમાર 14 વર્ષ, વિશાલકુમાર 18 વર્ષ, શિવા સોળ વર્ષ ના મૃતદેહ મળી આવ્યા હતા.
તમને જણાવી દઈએ તો ગોવિંદદાસ સાગર સરોવરમાં પંજાબ અથવા કોઈ અન્ય શહેર કે વિસ્તારમાંથી આવતા વ્યક્તિઓ અહીં સ્નાન માટે ઉતરે છે જો કે ઘણી વખત આ દુર્ઘટનાઓનો શિકાર બને છે જૂન મહિનામાં પણ અહીં પંજાબ થી આવેલા બે યુવકો ડૂબી ગયા હતા. વહીવટી તંત્ર તરફથી જાણવા મળ્યું છે કે અહીં નાહવા ઉતરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે છતાં પણ અન્ય રાજ્યના લોકો અહીં પાણીમાં ઉતરે છે.