લેખ

મહાવતની મોત પર પહોંચ્યો હાથી, આંખોમાંથી પડતાં રહ્યા આંસુ… જેણે પણ વિડિયો જોયો તે રોવા લાગ્યા…

પ્રાણીઓ આપણા જેવા સંવેદનશીલ હોય છે. કોઈનું વઇ જવાનું દુઃખ તેને તેટલું જ થાય જેટલું આપણને થાય છે. આવો જ એક ભાવનાત્મક વીડિયોની આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. વીડિયો એટલો ખાસ છે કે તેને જોઈને તમે પણ આ હાથીના ચાહક બની જશો. વાયરલ થતા આ વીડિયોમાં જોવા મળે છે કે એક હાથી ચાલતો હોય છે. થોડા સમય પછી એવું જોવા મળે છે કે ત્યાં ઘણા લોકો ઉભા છે. લોકોની વચ્ચેથી પસાર થતાં, હાથી આગળ વધે છે અને તે સ્થળે અટકી જાય છે, જ્યાં તેના મહાવતને અંતિમ દર્શન માટે રાખેલ છે.

હાથી લાંબા સમય સુધી મહાવત તરફ જુએ છે. પછી તેના શરીરને સૂંઢથી સ્પર્શ કરે છે. શોક કરે છે. આ દ્રશ્ય ખૂબ જ ભાવુક છે. વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધીમાં, આ વિડિઓને ૧.૩ K વ્યૂ મળી ચૂક્યા છે. લોકો ટિપ્પણી કરીને ખૂબ જ ભાવનાત્મક નોંધો લખી રહ્યા છે. જો ઘરમાં મૃત્યુ થાય છે, તો ફક્ત મનુષ્યને દુઃખ નથી થતું. ઘરના પાળતુ પ્રાણી પણ તે પીડાને અનુભવે છે. કેરળમાં મહાવત અને તેના હાથી વચ્ચેના અતૂટ પ્રેમનો વીડિયો સામે આવ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં મહાવતનાં મૃત્યુ પછી, એક હાથી તેને અંતિમ પ્રણામ આપવા માટે પહોંચ્યો. આ સ્પર્શી દ્રશ્ય જોઇને દરેકની આંખો ભીંજાઈ ગઈ.

કોટ્ટાયમમાં રહેતા ૭૪ વર્ષીય ઓમાનચેટ્ટનનું કેન્સરથી મૃત્યુ થયું હતું. તે લગભગ ૬૦ વર્ષથી હાથીઓની સંભાળ રાખતો હતો. બ્રહ્મદાતન નામનો એક હાથી લગભગ ૨૫ વર્ષોથી તેની પાસે હતો. ઓમાનચેટ્ટને તેની ખૂબ કાળજી લીધી અને બંને વચ્ચે એક ગાઢ બંધન હતું. જ્યારે પણ ઓમાનચેતન બ્રહ્મદાતનને મળતો, ત્યારે તે ફક્ત પ્રેમ કરતો, કદી ખિજયો કે માર્યો નહીં. ગુરૂવારે ઓમાનચેટ્ટનનું અવસાન થયું. જે પછી હાથીને લાવવામાં આવ્યો. હાથી તેના મહાવતને છેલ્લી વિદાય આપે છે. કયારેક તે તેની સૂંઢ ઉપાડતો અને ક્યારેક તે ગળા નીચે ઝૂકી જતો.

લાંબા સમય સુધી તેણે મહાવતના શરીરને જોયું, જાણે કે તેને પણ સમજાયું કે હવે ઓમાનચેટ્ટન ક્યારેય તેની પીઠ પર બેસી શકશે નહીં. થોડો સમય ઊભા રહી ગયા પછી, હાથી મહાવત તરફ જોતા, વિપરીત પગલા સાથે પાછો ફર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રહ્મદાતન અને ઓમાનચેટ્ટન મહત્વપૂર્ણ તહેવારો પર સાથે જોવા મળતા હતા. બંનેની ગાઢ મિત્રતા હતી અને ઈશારાઓમાં એક બીજાની વાત સમજતા હતા. તેમની છેલ્લી મીટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો ભાવનાત્મક સંદેશાઓ સાથે વિડિઓઝ શેર કરી રહ્યાં છે.

જ્યારે તે મહાવતની ડેડબોડીને અંતિમ પ્રણામ કરી રહ્યો હતો, ત્યારે બધા જ રડ્યા. આ પછી ઓમાનચેટ્ટનનો પુત્ર હાથીને સાથે લઈ ગયો.‌ હાથી લગભગ ૨૦ કિમી દૂરથી લાવવામાં આવ્યો હતો. દરેક જણ હાથીની રાહ જોતા હતા. હાથીના મહાવતને મળ્યા પછી ઓમાનચેટ્ટનને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ વિડિઓ લોકોના હૃદયને સ્પર્શી ગયો છે. પ્રાણી અને મનુષ્ય વચ્ચેનો આ સંબંધ જીભ કરતાં દિલનો વધુ હતો. ઘણા લોકોએ આ અંગે સોશ્યલ મીડિયા પર પોતાનો પ્રતિસાદ આપ્યો છે. લોકોએ લખ્યું કે આ અતૂટ સંબંધ દુર્લભ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *