નોકરી છીનવાય ગયા બાદ એન્જીનીયરે ચાલુ કરી વણેલા ગાઠીયાની દુકાન, અત્યારે માત્ર 3 કલાકમાં આખો એક એન્જીનીયરનો પગાર કાઢી નાખે છે Gujarat Trend Team, May 13, 2022 આપણા ગુજરાતી ને ચા અને નાસ્તો તો જોઈએ અને જોઈએ જ. પાપડ પૌઆ,સેવ મમરા,તીખી સેવ, મોળી સેવ, ખાખરા, ચવાણું, ફરસી પુરી, થેપલા, ગાંઠિયા, ફાફડા જેવી વસ્તુઓ આપણા ગુજરાતીઓ નાસ્તામાં ખાય છે. પરંતુ આ બધા માંથી જો આપણને ફાફડા જલેબી અને વણેલા ગાંઠિયા મળી જાય તો વાત જ શું કરવી!! ફાફડા જલેબી અને ગાંઠિયા એ ગુજરાતી લોકોનો ખૂબ જ ફેમસ નાસ્તો છે. રવિવાર હોય અથવા તો કોઈ રજાનો દિવસ હોય તો સવારે નાસ્તા ના મેનુમાં ગાંઠિયા અને ફાફડા જોવા મળે. નાના બાળકોથી માંડીને ઘરડા લોકો ગાંઠિયા અને ફાફડા ખાય છે. વળી ફાફડા અને ગાંઠિયા સાથે આપવામાં આવતું પપૈયા નું સલાડ લીલી ચટણી અને મરચા હોય તો વાત જ શું કરવી “!! ખાવાની ખૂબ જ મજા પડી જાય. ફાફડા ગાંઠીયા રેસીપી ફાફડા ગાંઠીયા ગુજરાતી ઓના ફેવરીટ હોય છે. ગમે ત્યા ફાફડા નું નામ લો એટલે કહે ગુજ્જુ ડીસ.અમારા ઘર માં બધાં ની ફેવરીટ ડીસ છે. સામગ્રી 250g ચણા નો લોટ તળવા માટે તેલ 1/2 ટી સ્પૂન અજમો 1/2ટી સ્પૂન હીઞ 1/2ટી સ્પૂન ટાટા ના સોડા 1ટી સ્પૂન નમક 1/4કપ તેલ મોવણ માટે 1/2કપ થી 1કપ જેટલું પાણી બનાવવાની પદ્ધતિ સૌથી પહેલાં ચણા ના લોટ માથી અડધો કપ જેટલો લોટ સાઇડમાં કાઢી લઇ પછી તેમાં તેલ અને હીઞ અજમો નાખી મીક્સ લો.હવે અડધા કપ પાણી માં સોડા અને નીમક ઓગળી લોટ મા થોડું થોડું પાણી નાખી લોટ બાંધવો. પહેલાં લોટ થોડો કઠણ બાંધવો. પછી થોડું થોડું પાણી નાખી લોટ ને ખુબજ મસળવો અને કોરો લોટ મીક્સ કરતો જાવો. મસળતા જવું લોટને. હવે એક પહોળા તળીયા વાળી કડાઇ મા તેલ મીડીયમ ગરમ કરવાનું. તૈયાર મસળેલા લોટ માથી એક પુરી જેવડું લૂવુ લઇને એક પાટલા ઉપર સ્પીડ માં ફાફડા ધસવાના. પછી એક ચાકુથી એક બાજુ થીં ફાફડા સ્પીડ માં ઉખેળવો. હવે આ ગાંઠીયા ને મીડીયમ ગરમ તેલ મા તળવા ના. આવી રીતે બધાં ગાંઠીયા બનાવી ને તળી લેવા. હવે તમારા ફાફડા ગાંઠીયા તૈયાર છે. જો તમે પણ ગાંઠિયા અને ફાફડા ભાવતા હોય તો આ ફૂડ આર્ટીકલ ખાસ તમારા માટે જ છે. જો તમે જામનગરમાં રહેતા હોય તો ગાંઠીયા ઝોન કરીને એક નાની એવી લારી આવેલી છે જ્યાં ખૂબ જ ફેમસ ગાંઠિયા અને ફાફડા મળે છે. ત્યાંના ઓનર ખુદ એક એન્જિનિયર છે તેમની પોતાના મામા પાસેથી ગાંઠિયા અને ફાફડા બનાવવાનું શીખીને જામનગરમાં ગાંઠિયા અને ફાફડા વેચવાનો ધંધો શરૂ કર્યો છે. અહીં લોકોની ખૂબ જ ભીડ જોવા મળે છે. લગભગ એકાદ વર્ષથી આ ગાંઠીયા ઝોન નો ધંધો શરૂ કર્યો હતો. ગાંઠીયા જો ની લારી પર તમને કોઈ ચાર પ્રકારના નાસ્તા જોવા મળશે જેમાં સાદા વણેલા ગાંઠિયા, સાદા ફાફડા, ડબલ મરી વણેલા ગાંઠિયા અને પેપર ફાફડા. જેમાં ગાંઠિયા નો ભાવ 150.રુ એ કિલો છે. ફાફડા ની કિંમત 350 રુ એ કિલો છે. સાથે ચાર જાતના સલાડ પણ આપવામાં આવે છે. સાથે ગ્રીન ચટણી પણ હોય છે. જો તમારે ફાફડા-જલેબી ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો. અહીં તમને જલેબી પણ સાથે ખાવા મળશે. આ ગાંઠીયા ઝોન ના ગાંઠીયા અને ફાફડા ખુબ જ સરસ હોય છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી હોય છે. અહીં ઘણા રેગ્યુલર કસ્ટમર પેપર ફાફડા ખાવા આવે છે. પેપર ફાફડા તેમની ફેમસ આઈટમ છે. લગ્ન તેમજ શુભ પ્રસંગે તેઓ ઓર્ડર પણ લે છે. આ લારી નો સમય સવારે દસ વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી હોય છે. જો તમે પણ ગાંઠિયા અને ફાફડા ખાવાના શોખિન હોવ અને જામનગરમાં રહેતા હોવ તો અવશ્ય આ ગાંઠીયા ઝોન લારી ની મુલાકાત લેજો અને ફાફડા,ગાંઠિયા ખાજો ખૂબ જ મજા આવશે. તો ચાલો નોંધી લો સરનામું પટેલ કોલોની, રામેશ્વર રોડ, ઓપોઝિટ નાનક સ્ટુડિયો જામનગર ગુજરાત. લાઈફ સ્ટાઈલ