સમાચાર

અમદાવાદમાં પરિવાર કામથી બહાર ગયો હતો તે જ દરમિયાન ફ્લેટમાં આગ લાગી, અશક્ત વૃદ્ધ ઘરની અંદર જીવતા ભડથુ થઇ ગયા

અમદાવાદ જીલ્લાના વેજલપુર વિસ્તારમાં એક ઘરમાં આગ લાગી ગઈ હતી અને આ બનાવ વેજલપુર વિસ્તારમાં આવેલા સિધ્ધી ફ્લેટમાં આગ લાગી હતી અને આ સમગ્ર આગની જ્યારે જાણ આસપાસના લોકોને થતા જ તેમને ફાયર બ્રિગેડ ની ગાડી મંગાવી હતી જ્યારે આગની જાણ ફાયરબ્રિગેડને થઈ હતી ત્યારે તેમની ચાર ગાડીઓ ઘટનાસ્થળે આવી ગઈ હતી.

આ ફ્લેટના બીજા માળના ઘરમાં આગ લાગી ગઈ હતી અને તેના કારણે ત્રીજા માળે રહેતા લોકો અને બીજા માળે રહેતા લોકો ધાબા ઉપર ચડી ગયા હતા પરંતુ એક મકાનમાં એક વૃદ્ધા રહેતા હતા અને તેઓ અશક્ત હોવાના કારણે ઘરની બહાર નીકળી શક્યા ન હતા તેથી જ તેઓ ઘરમાં ને ઘરમાં જ જીવતા સળગી ગયા હતા આમ જ્યારે ફાયરબ્રિગેડની ટીમ આવી ત્યારે સમગ્ર આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પરંતુ તે વૃદ્ધને બચાવી શકાયા ન હતા તદુપરાંત આ ફાયર બ્રિગેડ દ્વારા ધાબા ઉપર જે લોકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા. વેજલપુર વિસ્તારમાં આવેલા સિદ્ધિ ફ્લેટ માં આગ લાગી હતી ત્યારે સમગ્ર માહિતી ફાયરબ્રિગેડને મળી ગઇ હતી ત્યારબાદ પ્રહલાદ નગરના ફાયર બ્રિગેડના સ્ટેશનની ગાડીઓ ત્યાં મોકલવામાં આવી હતી. અને સમગ્ર આગના બનાવમાં એક વૃદ્ધ જે ૫૮ વર્ષના હતા અને ખૂબ જ ઓછા શબ્દો હતા તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે આ આગ લાગી હતી ત્યારે આ વૃદ્ધ અશક્તનો પરિવાર ઘરની બહાર ગયો હતો તેથી તે વૃદ્ધને બચાવી શકાયા ન હતા. આમ ફાયર બ્રિગેડે ઘણી બધી મહેનત કરી અને આગ ઉપર આખરે કાબુ મેળવ્યો હતો અને ત્યાર બાદ લોકોને બચાવવા માટેની કામગીરી શરૂ કરી હતી. જ્યારે અહીં આગ લાગી ત્યારે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી જતા જ તેમને જણાવ્યું હતું કે વેજલપુર વિસ્તારના સિધ્ધી ફ્લેટમાં લાગેલી આગમાં એક ૫૮ વર્ષના જીવણભાઈ સોલંકી નામના વ્યક્તિનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર આ વૃદ્ધ નો પરિવાર કોઈ કામ અર્થે બહાર ગયો હતો અને તે જ વખતે આગ લાગી ઉઠતા જ તે આગ એટલી બધી તો ભયાનક હતી કે આખા ઘરમાં ધીમે ધીમે પ્રસરી ગઇ અને આગ એટલી બધી હતી કે કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશી શકે નહીં તેથી જ તે અશક્ય વૃદ્ધ ત્યાં ને ત્યાં જીવતા ભડથું થઇ ગયા હતા અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું અત્યારે પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને તે સમગ્ર બાબત પરથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.