News: ગ્રીષ્મા હત્યા કેસમાં નયન સુખડવાલાએ કરી જોરદાર દલીલો… ફેનિલ-ગ્રીષ્માના ફોટા વિષે પણ કહી મહત્વની વાત…

સુરતના પાસોદરા વિસ્તારમાં સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણી સામે ચાલી રહેલી ટ્રાયલમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સતત ત્રીજા દિવસે ખૂબ જ ધારદાર દલીલ કરી હતી. આરોપી ફેનિલ અને તેની પ્રેમિકા ગ્રીષ્મા વચ્ચે પ્રેમ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, આ વાતનું સરકાર પક્ષ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. આ સાથે જ સરકાર પક્ષના વકીલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, કદાચ જો પ્રેમ હોય તો તેમાં કંઈ આખું ખાનદાન સાફ કરી નાખવાની ભાવના પ્રેમમાં નથી હોતી.

સરકાર પક્ષના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ એવું જણાવ્યું હતું કે, આજે સરકાર પક્ષની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. આજની દલીલમાં આરોપી પક્ષ દ્વારા કહેવાતા ફોટો રજૂ કરવામાં આવ્યા હતા. તેનું ખંડન કરતી દલીલ પણ કરી હતી. આ ફોટા ઓરિજિનલ છે કે કેમ એની કોઈ પણ પ્રકારની ગેરંટી નથી. જો દલીલ ખાતર એવું માની લેવામાં આવે કે બંનેના સાથે ફોટા પડાવેલા છે તો સાથે ફોટા હોવા માત્રથી પ્રેમ છે એવું પણ સાબિત નથી થતું. આજના જમાનામાં છોકરા-છોકરીના સાથે ફોટો હોવાથી બંનેને પ્રેમ છે એવું ક્યારેય માની ન શકાય. આ કેસમાં તો બંનેના માત્ર ફોટો છે એવું કંઈ પૂરવાર થયું નથી.

આરોપી તરફથી જે પ્રેમ હતો એવો ડિફેન્સ લેવામાં આવ્યો છે એ પણ માની શકાય તેમ નથી. પ્રેમની વ્યાખ્યા અંગે સરકાર પક્ષે કહ્યું કે પ્રેમ એ ત્યાગ અને બલિદાનનો વિષય હોય છે. તેમાં કોઈની બલિ લેવાનો વિષય નથી હોતો. પ્રેમમાં ત્યાગની ભાવના હોવી જરૂરી છે. ખાનદાન સાફ કરી નાખવાની ભાવના ન હોવી જોઈએ. જેથી પ્રેમની વાતને માની શકાય તેમ જ નથી. રજૂ કરાયેલા બધા ફોટાઓ સાથે ચેડાં થયેલા હોય તેવી પૂરી શક્યતાઓ લગાવવામાં આવી છે. જો ફોટો હતા જ તો આરોપીઓ તપાસ દરમિયાન કેમ ન આપવામાં આવ્યા. ફોટો પાછળથી ઉભા કરી દીધા હોવાની શક્યતા પણ છે. સરકાર પક્ષે તમામ પુરાવા થકી કેસ પૂરવાર કરી દીધો છે. આરોપીને દોષિત ઠેરવવો જ જોઈએ તેવી દલીલ સાથે દલીલો પૂર્ણ થઈ ગઈ છે.

આરોપીની અત્યાર સુધીની બધી હરકત બાબતે પણ ઘણી દલીલો કરવામાં આવી હતી જેમાં તે કોર્ટમાં બેભાન પણ થઈ ગયો હતો. જેલમાંથી ફોન પણ કર્યો હતો. આરોપીનું એકસ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ રજૂ કરવામાં આવ્યું છે. આરોપીએ સહાનૂભુતિ મેળવવા માટે ઇજા કરી હોય એવું દેખાઈ રહ્યું છે. કેમ કે બનાવ બન્યા બાદ જો આરોપીએ મરવું જ હોત તો તે ફોન કરીને મને અહીંયાથી લઇ જાઓ એવું ન કહેત. પોલીસ આવી તો તેણે એમ કહ્યું કે પીસીઆર મંગાવો, એટલે તે મરવા ઇચ્છતો જ નહતો. માત્રને માત્ર દેખાડો જ કરતો હતો. આરોપી અગાઉ એક ચોરીના બનાવમા જેલમાં જઈ આવ્યો છે. આમ, જેલમા ગયા બાદ પણ તે જરા પણ સુધર્યો નહતો. સજા કરતી વખતે કોર્ટ એ જુએ છે કે પીડિતા પરિવારને ન્યાય મળે અને બીજી તરફે આરોપીને સબક પણ મળે. આમ, આરોપી ખૂબ જ ગંભીર માનસિકતા ધરાવતો આરોપી છે. આરોપી સામે તમામ પુરાવા મૂકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.