સમાચાર

ફરી માવઠાના એંધાણ જાણો ક્યાં અને ક્યારે વરસશે કમોસમી વરસાદ?

કચ્છડો બારે માસ નહીં પણ વરસાદ બારે માસ કહીએ તો વધારે નહીં લાગે કેમકે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે ખેડૂતો વારંવાર માવઠારૂપી મુસીબતોમાં ઘેરાયેલા રહે છે ત્યારે ફરી વખત ખેડૂતોની માથે માવઠારૂપી ચિંતાના વાદળો ઘેરાયા છે. આ વખતે પણ  ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાના એંધાણ છે 5થી 8 જાન્યુઆરીએ વરસાદ વરસી શકે છે. તો 7 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે. આ સાથે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કમોસમી વરસાદથી રવિપાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

ફરી પડશે કડકડતી ઠંડી આગામી 5 થી 8 જાન્યુઆરી દરમ્યાન રાજ્યમાં વરસાદ પડશે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે કમોસમી વરસાદ પડશે. જેથી જાન્યુઆરીની 7 તારીખથી ઠંડી વધશે નલિયા ઠંડુંગાર 2 તારીખે 10.1 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં ઠંડુંગાર બન્યું તો અમદાવાદ તાપમાનનો પારો 16.5 ડિગ્રી પર સ્થિર રહ્યો હતો. આમ છતાં રાજ્યના મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન સામાન્યથી ઘટી 26 ડિગ્રીની આસપાસ નોંધાતા દિવસે પણ લોકોએ ઠંડીનો અહેસાસ થયો હતો.

કચ્છના નલિયા અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતા રાજયના મોટાભાગના શહેરમાં ઠંડીમાં રવિવારે સામાન્ય ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળી છે. હજુ પરાઢિયે અને મોડી રાત્રી દરમિયાન ઠંડીના સામાન્ય ચમકારો યશાવત્ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન 3 ડિગ્રી જ્યારે વધુ 16.5 નોંધાયું અમદાવાદમાં સતત ત્રીજા દિવસ અને રાત્રિનું તાપમાન વધતાં શહેરીજનોને ઠંડીથી સહેજ રાહત મળી છે. આજે અમદાવાદનું લઘુતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી વધુ 16.5 નોંધાયું હતું.

રાજયના મોટાભાગોમાં પણ લઘુતમ તાપમાનનો પારો 14થી 8 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ઠંડા પવનો કાતિલ ઠંડી આગામી દિવસોમાં ઠંડીનું વર્તમાન મોજુ યથાવત રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. શનિવારની સરખામણીમાં રવિવારે વિવિધ શહેરનું મહત્તમ- લઘુતમ તાપમાન એકથી લઇ ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થવાની સાથે સાથે વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડા ફૂંકાયેલા પવને કારણે ઠંડી વર્તાઇ હતી. સાંજથી જ 20 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો પહોંચી જવાની સાથે ઠંડો પવન ફૂંકાતા કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *