અઠવાડિયાથી બંધ પડેલા ઘરમાંથી પાડોશીને સહન ન થાય એવી વાસ આવતાં તાળું તોડી નાખ્યું, અંદર જતા જ જોયું એવું કે લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા..!!
રોજબરોજ અમુક વિસ્તારોમાંથી એવા ચોકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. ક્યારે કોઈએ વિચાર્યું ન હોય તેવા કિસ્સાઓ બની રહ્યા છે. પરિવારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા જોવા મળે છે. આવા ઝઘડાઓ ક્યારેક જીવલેણ બની રહ્યા છે. હાલમાં આવો જ એક કિસ્સો નોઈડામાં આવેલા બિશનપુરા ગામમાં રહેતા પરિવારની મહિલા સાથે બન્યો છે.
પરિવારમાં પતિ-પત્ની રહેતા હતા. પતિ સુરજ કુમાર આઝમગઢનો રહેવાસી છે. તે છેલ્લા એક વર્ષથી બિશનપુરા ગામમાં તેમની પત્ની સાથે રહેતો હતો. પત્ની અંજલી સાથે તેના 4 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. અંજલીની ઉમ્ર 22 વર્ષની છે. તેને સંતાનમાં એક દીકરી પણ છે. દીકરી તેમના દાદીના ઘરે રહે છે. સુરજ એક ફર્નીચર બનાવવાની કંપનીમાં કામ કરતો હતો.
અને તેમની પત્ની પણ નોકરી કરતી હતી. અંજલી સુરજકુમાર સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. પતિ-પત્ની કામ પર જતા હોવાને કારણે તેમની બાળકીને તેની દાદી સાચવી રહી હતી. બંને પતિ-પત્ની પોતાનું આર્થિક ગુજરાન નોકરી કરીને ચલાવતા હતા. તે બંને વચ્ચે સારું એવું ચાલતું હતું પરંતુ અંજલી નોકરી પર જાય ત્યારે દરરોજ કોઈ બીજા યુવક સાથે વાત કરતી હતી.
જેના કારણે તેને નોકરી પરથી કાઢી નાખવામાં આવી હતી. એક મહિના પહેલા તેણે પોતાની નોકરીને ગુમાવી દીધી હતી. તે ઘરે પણ રહેતી ત્યારે અન્ય યુવકો સાથે મોબાઈલ ફોન પર લાંબા સમય સુધી વાતો કરતી હતી. આ વાતની જાણ સૂરજને થતા તે ખૂબ જ ગુસ્સે થયો હતો. અને તેણે અંજલીને ફોન પર વાત કરવાની ના પાડી હતી..
પરંતુ અંજલી આ વાતથી સહમત ન હતી. અંજલીએ પણ વાત કરવાનું બંધ કર્યું નહીં. જેના કારણે દરરોજ બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હતા. આડોસ પાડોસના લોકોને પણ બંને વચ્ચે ઝઘડાઓ થતા હોવાની જાણ હતી. ઘણીવાર પાડોશીના લોકો બંને પતિ પત્નીને શાંત કરવા માટે ઘરે આવતા હતા પરંતુ અંજલી બીજા યુવકો સાથે વાત કરતી બંધ થઈ નહીં.
એક દિવસ અંજલી પોતાના મોબાઈલ ફોન પર વાત કરી રહી હતી. તે સમયે સુરજ ઘરે આવ્યો અને તેમણે જોયું તો તેમની પત્ની અન્ય કોઈ સાથે વાત કરતી હતી. આ જોઈને તે ખૂબ જ ગુસ્સે થયો હતો. બંને વચ્ચે ઝઘડો થયો અને પાડોશીના લોકો બંને ઝઘડો કરતા હોવાને કારણે જોઈ રહ્યા હતા.
તે સમયે સુરજ ઘરમાંથી ગુસ્સે થયેલી હાલતમાં બહાર નીકળ્યો અને તેણે પોતાના ઘરને તાળું મારી દીધું હતું. ત્યારબાદ 6 દિવસ થઈ જતા પાડોશીના લોકોએ અંજલી કે સૂરજને ઘરે આવતા કે જતા જોયા નહીં અને ઘરે તાળું જ મારેલું હતું. જેના કારણે ઘરમાંથી પાડોશીના લોકોને ખૂબ જ દુર્ગંધ આવતી હતી. પાડોશીના લોકો વિચારી રહ્યા હતા.
કે ઘર છેલ્લા 6 દિવસથી બંધ છે અને પતિ-પત્ની દેખાઈ રહ્યા નથી. જેના કારણે પાડોશીના લોકોએ પોલીસને આ વાતની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સુરજના ઘરનું તાળું તોડીને અંદર ગઈ ત્યારે રૂમમાં પોલીસે જે જોયું તે જોઈને પોલીસ પણ ચોકી ગઈ હતી અને પાડોશીના લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
દરેક લોકો એ જોયું તો સેટી ઉપર અંજલીની સડી ગયેલી લાશ જોવા મળી હતી. આ જોઇને પાડોશીના લોકોના મોઢા ફાટી ગયા હતા અને પોલીસે તપાસ કરતા જોયું તો અંજલિને માથા, મોઢા પર અને ગળાના ભાગ પર નિશાન જોવા મળ્યા તરત જ પોલીસે અંજલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધો હતો અને પાડોશીના લોકોની પૂછપરછ કરી હતી.
ત્યારે પાડોશીના લોકોએ જણાવ્યું હતું કે પતિ-પત્ની અવારનવાર ઝઘડાઓ કરતા હતા અને એક દિવસ તેમનો પતિ ગુસ્સામાં ઘરની બહાર નીકળ્યો હતો અને તેમણે પોતાના રૂમને તાળું મારી દીધું હતું. ત્યારબાદ પતિ-પત્ની ઘરે આવતા જતા દેખાયા ન હતા. જેના કારણે પોલીસે અંજલીના પતિ સુરજની તપાસ ચાલુ કરી હતી.
અને પોલીસ અંજલિના ફરાર થઈ ગયેલા પતિને શોધી રહી હતી. અંજલીને 6 દિવસ પહેલા તેમના જ પતિ સુરજે મારી નાખીને તેમના તેમના મૃતદેહને ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. આવી ઘટનાઓ હાલમાં ખૂબ જ સામે આવી રહી છે. આજકાલ આવા કિસ્સાઓ ખુબ બની રહ્યા છે…