ગાડીના સ્ટેરીંગ પર રહ્યો નહીં કાબુ ને પળવારમાં જ પિંખાઈ ગયો એક પરિવાર… Gujarat Trend Team, September 5, 2022 તાજેતરમાં જ રાજપીપળામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.રાજપીપળા નજીક વડિયા ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારી એલ.યુ.વસાવાના 38 વર્ષીય પુત્ર સંદીપ કુમાર વસાવા વિશે વાત કરીએ, તેમની પત્ની યોગિતા અને 3 વર્ષની પુત્રી માહી ત્રણેય નેત્રંગમાં રહેતા હતા. યોગિતા વસાવા નેત્રંગ તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે કામ કરતી હતી. ગઈકાલે રાત્રે હોટલ પર ઉતરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રોડની ખરાબ હાલતને કારણે રમણપુરામાં પુલ પર કાર ચલાવી રહેલા સંદીપે ખાડાથી બચવાનો પ્રયાસ કરતાં કાબૂ ગુમાવ્યો હતો અને કાર ખાડામાં પડી હતી.બ્રિજની નીચે ડેમના પાણીમાં કાર જતી રઈ હતી જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ ગોઝારા અકસ્માતમાં કારમાં બેઠેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. સમગ્ર ઘટનાની માહિતી મળતા જ નેત્રંગ પોલીસ અને સ્થાનિક લોકોએ પાણીમાં દોડી જઈ ગરકાવ કારને બહાર કાઢી હતી અને ત્રણ લોકોના મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા હતા. રાજપીપળામાં સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ નેત્રંગ પહોંચ્યા હતા અને પુત્રના પરિવારજનો આમ વિખેરાઈ જતાં સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. સવારે રાજપીપળા વડિયા સ્થિત દેવનારાયણ સોસાયટીમાંથી એક પરિવારના ત્રણ સભ્યો એટલે કે પિતા, માતા અને પુત્રીને લાવવામાં આવ્યા ત્યારે ત્રણેયના મૃતદેહ જોઈ આખું ગામ સ્તબ્ધ થઈ ગયું હતું. તેમની અંતિમ યાત્રામાં હાજરી આપવા માટે તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમાચાર