ગામમાં ચારો લેવા ગયેલી મહિલા પર જંગલી ભૂંડોએ કર્યો હૂમલો, ગંભીર ઈજા બાદ મહિલાનું ખેતરમાં જ મૃત્યુ

નવસારી જિલ્લામાં આવેલ પૂર્વ પટ્ટીના ગામોમાં જંગલી ભૂંડોના કારણે ખેતીના પાક ઉપર ઘણું બધું નુકસાન થતું હોવાની ઘણી બધી ફરિયાદો ખેડૂતોએ કરી છે પરંતુ હવે જંગલી ભૂંડોના ત્રાસ એટલો બધો વધી ગયો છે કે લોકોના જાનમાલને પણ ખૂબ જ નુકસાન થતું જોવા મળ્યું છે આમ નવસારી તાલુકાના કેર ગામમાં ગઈકાલેજ મંગળવારની સાંજે એક વાડીમાં એક મહિલા ચારો લેવા માટે ગઈ હતી અને તે આધેડ વયની મહિલા ઉપર ભૂંડના ઝુંડે અચાનક જ હુમલો કર્યો હતો. અને હુમલો કર્યા બાદ તેમના પગ અને શરીરના ભાગે ઘણી બધી ઈજાઓ થઈ હતી અને ત્યારબાદ આ મહિલાનું વાડીમાં જ મૃત્યુ થઈ ગયું હતું.

ખેરગામના પટેલ ફળિયાના 65 વર્ષીય વિજયા અમૃત નાયકના પરિવારમાં બે પુત્રો છે, જેમાંથી એક પુત્ર મહેશ છે અને માતા ઘાસચારો કાપવા માટે જુદા જુદા ખેતરોમાં ગયા છે. જ્યાં તેનો પુત્ર મહેશ ખેતરમાંથી ઘાસચારો લઈને ઘરે આવ્યો હતો અને તેની માતાની શોધખોળ કરી હતી. આઠ વાગ્યાની આસપાસ વાડીમાંથી તેમની માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. અને ત્યારબાદ તેઓ તાત્કાલિક માતાને ગણદેવી આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા બધા સમયે થી ખેતીમાં વાવેલા પાક ને ભૂંડો નુકસાન પહોંચાડી રહ્યા છે અને તેની ફરિયાદ વર્ષોથી ખેડૂતો કરતા આવ્યા છે પરંતુ વનવિભાગ ના કોઈપણ વ્યક્તિએ આ બાબત ઉપર વધુ ધ્યાન ન આપ્યું હતું અને તેવામાં આજે એક મહિલાએ પોતાનો જીવ આપવો પડ્યો હતો ત્યારે સમગ્ર બાબત માં ખેતીવાડી વિભાગ અને વન વિભાગની સમગ્ર કામગીરી માં ખેડૂતોને આ ભૂંડ ના ત્રાસમાંથી મુક્તિ મળે તેવી માંગ કરવામાં આવી છે.

જ્યારે ભૂંડને કારણે મહિલાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે તે ટોળામાં હોય ત્યારે પણ તે પાક માટે પણ ખૂબ જ મોટું જોખમ ઊભું કરે છે. આ ભૂંડોના ટોળાઓ ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને ડાંગર અને શાકભાજી જેવા પાકોમાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે.

હવે ખેડૂતોને આ ભૂંડ ના ઝુંડનો સામનો કરવો મુશ્કેલ થઈ રહ્યો છે કે ડુક્કર ઘણીવાર ટોળામાં રહે છે. પૂર્વીય પટ્ટાના ગામડાઓમાં ડુક્કર ગર્જના કરે છે. ભૂંડને અંકુશમાં લેવા તંત્ર દ્વારા વહેલી તકે પ્રયાસો હાથ ધરાય તેવી માંગ પણ ઉઠી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ભૂંડનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.