આ ગામના તળાવનુ પાણી બન્યું એકાએક ગુલાબી આખરે શું છે તેની પાછળનું કારણ? બાજુમાં મહાદેવનું મંદિર હોવાથી લોકોની આસ્થા જોડાઈ છે?

સુઈગામના કોરેટીમાં આશ્ચર્યજનક ઘટના બની છે. તે ગામના તળાવના પાણીનો રંગ એકાએક ગુલાબી થઇ ગયો હતો. તે જોઈને ઘણા લોકો ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. બાજુમાં મહાદેવનુ મંદિર હોવાથી લોકોને આસ્થા જોડાઈ ગઈ હતી. સુઈગામના એક કોરેટી ગામમાં એક અનોખી ઘટના બની છે જેમાં સાત દિવસ પહેલાંની આ વાત છે. ગામમાં તળાવમાં રહેલું પાણી અચાનક જ ગુલાબી થઈ ગયું હતું.

જે જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. બાજુમાં મહાદેવનું મંદિર આવેલું હોવાથી લોકોને ચમત્કાર થયો હોવાનુ લાગી રહ્યું છે. કેટલાક મોટી ઉંમરના લોકો કહે છે કે આ કોઈ વૈજ્ઞાનિક ઘટના છે. કોરેટી ગામ માં તળાવમાં સાત દિવસ પહેલા પાણી થઇ ગયું હતું જેથી લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. જેથી લોકો આ પાણીને જોવા માટે ઉમટી પડ્યા હતા. બૌદ્ધિક લોકોનું એવું માનવું છે કે આ એક વૈજ્ઞાનિક ઘટના હોઈ શકે છે.

કોરેટી ગામ ના ગ્રામજનોને લાગે છે કે તળાવની બાજુમાં મહાદેવનું મંદિર આવેલું છે. આથી લોકોને તેની સાથે શ્રદ્ધા જોડાઈ ગઈ છે. તેઓ આ ગુલાબી પાણી થવા પાછળ ભગવાનનો ચમત્કાર થયો હોય તેવું માને છે. તળાવની વચ્ચે મહાદેવનું મંદિર હોવાથી લોકોની આસ્થા એક છે. આ વિશે ગ્રામજનો જણાવે છે કે વર્ષો પૂર્વે આ મંદિરમાં પાંડવો ભગવાન મહાદેવની પૂજા કરવા આવતા હતા.

આથી સાક્ષાત ભગવાન શંકરે આ હજારો લિટર પાણીમાં રંગ નાખીને પાણીને ગુલાબી બનાવી દીધું છે. લોકો આ ઘટનાને ભગવાનનો ચમત્કાર માને છે અને શ્રદ્ધાપૂર્વક આ પાણીને માથે ચડાવે છે. શંકર ભગવાને તેમને વરદાન આપ્યું હોય તેવું ગ્રામજનોનું કહેવું છે. થોડા દિવસ પહેલાં ચેન્નાઇમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક તળાવમાં મિથેન નામનું તત્વ મળી આવતાં પાણી એકા એક ગુલાબી થઇ ગયું હતું.

તે વિસ્તારના લોકોએ પાણી પ્રદૂષિત થવા પર તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. ગુલાબી સરોવરો વિવિધ પરિબળોના સંયોજનથી પરિણમે છે, જે તેમની નીચેના ખંડની આબોહવા અને જળવિજ્ઞાન માટે જવાબદાર છે, ખાસ કરીને ખારાશનું સ્તર. સમગ્ર વિશ્વમાં મીઠાના સરોવરોનો નારંગી/ગુલાબી રંગ ઘણીવાર લીલી શેવાળ ડુનાલીએલા સલિનાને આભારી છે. પીક લેક વિશ્વમાં એક પ્રકારના ખારા તળાવ તરીકે જાણીતું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *