સમાચાર

ખાનગી હોસ્પિટલની ખોર બેદરકારી, ગર્ભાશયનું ઓપરેશન કરવા આવેલી મહિલાનું ઢીંચણમાં માર્યો ચેકો બાદમાં હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ…

રાજકોટમાં એક બેદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધને ગર્ભાશયનું ઓપરેશન કરવા માટે દાખલ કરવામાં આવી હતી તેની જગ્યાએ તેને ઢીચણની અંદર ચેકો મૂકવામાં આવ્યો હતો રાજકોટની ખાનગી હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ માં એક વૃદ્ધને ગર્ભાશયનું ઓપરેશન કરાવવા માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ સ્ટાફ અને તબીબોની બેદરકારીને લીધે ગર્ભાશયનું ઓપરેશન કરવાને બદલે ઢીંચણમાં ચેકો મારી દીધો હતો. જેને લઇને પરિવારજનોને ખબર પડતા ન્યાયતંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટના અંગે પરિવારજનોને ફાઈલ જોયા બાદ જાણ થઈ હતી. પરિવારજનોએ ન્યાય તંત્ર પાસે ન્યાયની માંગણી કરી હતી. તેને લઈને હોસ્પિટલનો સ્ટાફ ભેગો કરવામાં આવ્યો હતો.

પરંતુ સ્ટાફનું કેહવું હતું કે તે સ્ટ્રેચર પરથી પડી ગયા હોવાથી ત્યાં ટાકા લેવા પડયા હતા. આ ઘટના અંગે વધુ માહિતી મળતા જાણવા મળ્યું કે ઉપલેટા ગામના બાનુબેન નામની વૃદ્ધ મહિલાને ગર્ભાશયનું ઓપરેશન કરવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે બીજા એક માજી પણ ઢીચણનું ઓપરેશન કરાવવા માટે દાખલ થયા હતા. આ માજીના ના બદલે સ્ટાફ અને ડોક્ટરની બેદરકારીને લીધે બાનુબેન નું ઢીચણનું ઓપરેશન કરી દીધું હતું.

પરંતુ બાનુબેનને ઢીચણમાં કોઈ તકલીફ ન હતી આથી તબીબોએ ફરીથી ટાંકા લઇ લીધા હતા. પોતાની ભૂલ છુપાવવા માટે વૃદ્ધ સ્ટ્રેચર પરથી પડી ગયા હતા તેવું જણાવ્યું હતું. આ ગંભીર બેદરકારી અંગે બાનુબેનના પતિએ જણાવ્યું હતું કે, હોસ્પિટલનો સ્ટાફ સર્જરી કરાવનાર મહિલાને બદલે મારી પત્નીને લઈ ગયો હતો. ઓપરેશન થિયેટરમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ઘૂંટણના ઓપરેશનની તપાસ કરતી વખતે ઘૂંટણના હાડકાં સ્વસ્થ દેખાતા હતા, જેથી ફાઇલ તપાસતાં ભૂલથી અન્ય દર્દી આવી ગયો હોવાનું જણાયું હતું.

તેણે ભૂલ સ્વીકારવાને બદલે સ્ટ્રેચર પરથી પડવાનું બહાનું કાઢ્યું પણ અંતે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી, તેથી હવે પરિવાર કાયદેસરની કાર્યવાહી માટે આગળ વધી રહ્યો છે. એચસીજી હોસ્પિટલમાં સર્જરી કરનાર ડો. મિત્તલ દવેએ જણાવ્યું કે દર્દી સ્ટ્રેચર પરથી પડી ગયો હતો. ટાંકા લેવામાં આવ્યા છે અને પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે. જોકે, પરિવારજનોએ સ્પષ્ટ કહ્યું છે કે સ્ટ્રેચર પરથી પડવું ખોટું છે અને સ્ટાફની ભૂલને કારણે ગર્ભાશયને બદલે ઢીચણની સર્જરી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.