સમાચાર

બર્થડે ની પાર્ટી માટે એકઠા થયેલા ચાર યુવાનો કેનાલમાં ડૂબ્યા

આજકાલ ના યુવાઓને ન જાણે કેમ બર્થડે પાર્ટી સેલીબ્રેટ બહાર રસ્તા પર કે કંઈક સુમસામ જગ્યા એ કે અન્ય કોઈ એડવેન્ચર જગ્યા પર કરવાનો ખુબ જ ક્રેઝ જાગ્યો છે, તેમાં આ ક્રેઝ ની પાછળ દોડવા માં ને દોડવામાં કયારેક તેઓ નો જન્મદિવસ મરણદિવસ માં ફેરવાય જાય છે બસ આવો જ એક કિસ્સો ગાંધીનગર નો પણ સામે આવ્યો છે જાણો શું થયું બર્થડે પર

ગાંધીનગરના દહેગામ રાયપુર પાસે નર્મદા કેનાલમાં ચાર યુવાનો ડૂબતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર ચાર યુવાનો જન્મદિવસની ઉજવણીને લઈને દહેગામ રાયપુર પાસે નર્મદા કેનાલ પાસે એકઠા થયા હતા. ઉજવણી બાદ ચારેય યુવાનો કેનાલમાં ન્હાવા પડતા ચારેય યુવાનો કેનાલમાં ગરકાવ થઇ ગય હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.

ભરૂચ માં પણ એક અકસ્માત નો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં દંપતી નું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું.. જાણો આખી ઘટના ટ્રકની અડફેટે મોપેડ પર જતાં દંપતી નું મોત અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં પતિ પત્નીનું મોત નીપજ્યું છે. ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત સર્વિસ રોડ ઉપર કન્ટેનર ચાલકે મોપેડને ટક્કર મારતા સોનગઢના દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે રહેતા 45 વર્ષીય હીરાલાલ શાહ અને તેઓની પત્ની રીટાદેવી શાહ પોતાની મોપેડ નંબર-જી.જે.26.એ.સી. 7304 લઈ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જતા સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ કન્ટેનર નંબર-જી.જે.06.એ.વી. 4402ના ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે શહેર પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *