સમાચાર

મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ભણવાના બોજને કારણે હોસ્ટેલની બિલ્ડીંગ પરથી કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું

ગાંધીનગરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીની એ હોસ્ટેલની બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આજે સવારે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. અભ્યાસના બોજને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને તેના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ ઘટના બાદ મેડિકલની વિદ્યાર્થીની ફેકલ્ટીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતક આસ્થા એ એનઆરઆઈ ક્વોટામાં પોતાનું એડમિશન લીધું હતું.

આજે તેની રીપીટર પરીક્ષા હતી. આ પરીક્ષા પહેલા જ તેણે આત્મહત્યા કરીને મોજ-મસ્તીની દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ઘટના આજે સવારે ગાંધીનગર મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં બની હતી. આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ આસ્થા સંજયભાઈ પંચાસર હતું. તે મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે ગર્લ્સ હોસ્ટેલના નવમા માળેથી છલાંગ લગાવી હતી.

ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આસ્થાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે અસ્થાનાના રૂમની પણ તલાશી લીધી હતી.

જ્યાં અંગ્રેજીમાં લખેલ પત્ર મળી આવ્યો હતો. આ પત્ર સુસાઈડ નોટ હોવાનું બહાર આવ્યું છે. જેમાં તેણીએ તેના માતા-પિતાને જણાવ્યું હતું કે તેણી અભ્યાસના બોજને કારણે છેલ્લું પગલું ભરી રહી છે. પોલીસે પણ તેના અભ્યાસના કારણે આત્મહત્યા કરી હોવાનું માનીને તેના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આત્મહત્યા કરનાર આસ્થા મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.આજે તેની રીપીટર પરીક્ષા હતી. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તેના માતા-પિતા યુએઈમાં રહે છે. તેણે NRI ક્વોટાની સીટ પર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. આસ્થાના દાદા સેક્ટર-5માં રહે છે. ઘટનાની જાણ થતાં તેઓ પણ તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ આવી ગયા હતા.આ અંગે સેક્ટર-7 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.