બંગાળની ખાડીમાં સર્જાયેલું પ્રેશર હવે ડિપ્રેશનની કેટેગરીમાં હવે ગુજરાતનું આવી બન્યું, ચારેય તરફ પાણી જ પાણી કરી નાખે એવો વરસાદ આ જિલ્લા ખબકશે, ભારેથી અતિ ભારે વરસાદ ની મોટી આગાહી…

હવામાન વિભાગ આગામી ત્રણ દિવસને લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરી છે જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ હાલ અત્યારે ડિપ્રેશન કેટેગરીમાં ફેરવાઈ ગઈ છે જેના કારણે…

છત્તીસગઢ ઝારખંડ થી આજુબાજુમાં આવેલું આ ડિપ્રેશન હવે ધીમે ધીમે 24 કલાક દરમિયાન નબળું પડી શકે તેવી શક્યતા છે ઉત્તર પશ્ચિમ તરફથી આવેલું ડિપ્રેશન મધ્ય પ્રદેશમાં આવતા ઉત્તર દિશા તરફ ફંટાશે તેવી આગાહી અત્યારે જોવા મળી રહી છે.

જેના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે જેમાં ખાસ કરીને ઉત્તર દક્ષિણ ગુજરાતના વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી છેલ્લા 24 કલાકથી વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે ફરી એક વખત વરસાદનો મીની રાઉન્ડ આવી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. ખાસ કરીને મોરબી દ્વારકા કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર જવા વિસ્તારમાં ખૂબ જ સારા એવો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

જ્યારે બીજી બાજુ 22 ઓગસ્ટ થી દમણ દાદરા નગર હવેલી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા જુનાગઢ જામનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર ભાવનગર સુરત વલસાડ નવસારી તાપી જેવા વિસ્તારમાં મધ્યમાં વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *