હેલ્થ

ગરદન જકડાઈ જાય છે તો અપનાવો આ ખાસ ઉપાય

ગરદનમાં દુખાવો થવાથી આપણી હાલત ખૂબ ગંભીર થઇ જાય છે અને ખુબ મુશ્કેલી પણ પડે છે. આ દુખાવાના લીધે ગરદનને સહેલાઇથી આજુ બાજુ ફેરવી શકાતી પણ નથી. આના અનેક કારણો હોઇ શકે છે. સતત કોમ્પ્યુટર પર કામ કરવું, માથાની નીચે ઉચું તકીયું રાખીને સુવું, કોઈ પણ જગ્યાએ ખોટી રીતે બેસી રહેવું, વધુ સમય સુધી ડ્રાઇવિંગ કરવું. તો પછી આ કારણોસર કેટલીક વખત આ દુખાવો સર્વાકાઇલમાં પણ બદલાઇ જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરવા ખુબ જ જરૂરી છે. તો આવો જોઇએ ગરદનના દુખાવાને દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય.

ફુદીનાનું તેલ: ફુદીનાનું તેલનું કામ માંસપોશીઓના દુખાવાથી રાહત આપવાનું છે. તેમા રહેલા મેન્થોલ દુખાવાને જલદીથી રાહત આપે છે. દુખાવાથી છૂટકારો મેળવવા માટે જૈતુનના તેલના થોડાક ટીંપા લો અને ફુદીનાના તેલમાં મિક્સ કરી અને જ્મયાં દુઃખાવો થતો હોય ત્યાં મસાજ કરો. આ સિવાય મોંમાથી આવતી ખરાબ દુર્ગંધ દૂર કરવાની સાથે-સાથે પાચન સંબંધી જે સમસ્યાઓ દૂર કરવામાં પણ ઉપયોગી રહે છે.

સિંધવ મીઠું: સિંધવ મીઠું પેટને સ્વસ્થ રાખવાની સાથે-સાથે સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સનું બેલેન્સ જાળવી રાખે છે. તેને ખાવામાં સામેલ કરવાથી તનાવથી પણ રાહત મળી જાય છે. ગરદનના દુખાવાથી છુટકારો મેળવવા માટે પહેલા નવશેકા ગરમ પાણીમાં સિંધવ મીઠું ઉમેરો અને તે પાણીમાં ટુવાલ પલાળી દો અને પછી તેને નીચવીને ગરદન પર શેક કરો. દિવસમાં આવું ૨ થી ૩ વખત કરવાથી ગરદનના દુખાવાથી ઘણી રાહત મળી જાય છે.

મસાજ: જકડાયેલી ગરદન દૂર કરવા માટે તેને મસાજ કરવી ખૂબ જરૂરી છે. તેનાથી બ્લડ સર્કુલેશન ઝડપી થાય છે અને દુખાવાથી પણ આરામ મળી જાય છે અને રાત્રે સારી ઉંઘ પણ આવવા લાગશે. તે સિવાય તમે નારિયેળનું તેલ અને સરસોનું તેલ બંને હળવું ગરમ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *