રાહતના સમાચાર: એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો, કિંમત જાણીને તમને પણ નવાઈ લાગશે

આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય લોકો તો પોતાનું જીવન આસાની થી જીવી જ શકતા નથી અને તેમાં આ મોંઘવારીથી ત્રસ્ત લોકોને થોડી રાહત મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર ઘટાડા બાદ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કંપનીઓએ 1 જૂનથી નવા દરો જાહેર કર્યા છે.

નવા દર પ્રમાણે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 135 રૂપિયા સસ્તું થયું છે. અને દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,354 રૂપિયાની જગ્યાએ ઘટીને 2,219 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે, કલકાતાએ હવે રૂ. 2454ને બદલે રૂ. 2322, મુંબઇ માટે રૂ. 2306ને બદલે રૂ. 2171.50 અને ચેન્નાઇ માટે રૂ. 2507ને બદલે રૂ. 2373 ચૂકવવા પડશે.

જણાવી દઈએ કે મે મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં બે વખત વધારો થયો હતો. 7 મેના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 19 મેના રોજ પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ 19 મેના રોજ તેની કિંમતમાં આઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે 135 રૂપિયાની કપાતને મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે.

ખાસ વાત એ છે કે ઘરેલુ એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ, મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે, સરકારે ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી. આ સબસિડી વાર્ષિક 12 સિલિન્ડર સુધી જ મળશે. કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી કિંમતોની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. આ પહેલા પહેલી તારીખે કિંમતમાં લગભગ 100 રૂપિયાનો વધારો થયો હતો.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *