લેખ

ગેસના બર્નર કાળા થઈ ગયા છે તો આજે જ કરો આ સરળ ઉપાય અને પછી જુઓ કમાલ

સામાન્ય રીતે આપણા ઘરમાં રહેલો ગેસની સગડીના બર્નર જ્યારે આપણે સગડી નવી લઈએ ત્યારે સોનેરી કલરના દેખાતા હોય છે. પરંતુ અમુક સમય જતા તે કાળા પડી જચા હોય છે. સાથે મહિલાઓ ખાસ કરીને રસોડાની સાફસફાઈ કરવામાં સૌથી વધારે ધ્યાન આપતી હોય છે. પરંતુ ગેસ સ્ટવ પર આપણે જે પણ ખાનું બનાવીએ છે.

તેમાથી અમુક ભાગ ઢોળાઈ જતો હોય છે. જેના કારણે ગેસના બર્નર કાળા પડી જતા હોય છે. રસોડું સાફ કરતા સમયે સૌથી વધારે મહેનત ગેસના બર્નરને સાફ કરવામાં લાગે છે. અને જ્યારે કોઈ ભોજન સામગ્રી ગેસના બર્નર પર પડી જાય છે. ત્યારે તે સાફ કરવામાં સૌથી વધારે સમસ્યા સર્જાતી હોય છે. કારણકે બર્નર પર જે કાંણા પડેલા હોય છે. તેમા તે કચરો ફસાઈ જાય છે. અને તેને સાફ કરવું સૌથી વધારે આકરુ પડી જાય છે.

ગેસના બર્નરને જો તમે ચમકાવા માગો છે. તો આખી રાત માચે વિનેગરમાં બર્નરને ડબોડીને રાખો . એક વાટકી વીનેગરમાં તામારા બર્નરને બોળીને રાખો, આવું કરવાથી બર્નર પર જેટલો પણ કચરો જામી ગયો છે. તે તેના પરથી દૂર થશે સાથેજ આખી રાત બર્નરને રાખી મુકવાથી તેનો રંગ પણ પહેલાની જેમ ઉજળો થઈ જશે. અને તમને જોઈને આનંદ થશે.

આ સીવાય તમે બ્રશ વજેકે પછી કોઈ અન્ય સાફ કપડા વજે પણ બર્નરને સાબુ વડ ઘસીને ચમકાવી શકો છો. બર્નરને સાફ કરવા માટે અલગથી લીક્વીડ પણ માર્કેટમાં મલી રહે છે. જેથી જો તમે તેજ લીક્વીડ વાપરવાનું રાખશો તો તે તમારા માટે સૌથી વધારે ફાયદાકારક રહેશે. અને લાંબા સમય સુધી તેને તેજ લીક્વીડ વડે ધોવાનું રાખશો તો તમારા ગેસનું બર્નર પહેલાની જેમજ ઉજળી તમને દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *