જાણવા જેવુ

ગેસ સિલિન્ડર ક્યારે ખાલી થવાનો છે તે જાણવા માટે અપનાવો આ સરળ રીત…

ભારતમાં એલપીજીનો ઉપયોગ હવે ઘણો થઇ રહ્યો છે. ઉજ્જવલા ગેસ યોજના દ્વારા મોદી સરકાર દરેક ગામમાં એલપીજી લઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ઘણી વખત રાત્રે સિલિન્ડર ખલાસ થઈ જાય છે, જ્યારે તમારી પાસે ટૂંક સમયમાં તેને ભરવાનો બીજો વિકલ્પ ન હોય. શહેરોના વ્યસ્ત જીવનમાં સિલિન્ડર ભરવાનો પણ સમય નથી. કેટલીકવાર ચા બનાવતા હોય અને સિલિન્ડર પૂરું થઈ જાયતો આવી સ્થિતિમાં, જો તમારી પાસે બીજુ સિલિન્ડર ન હોય, તો ચાની મજા મળી શકતી નથી તેમ જ સિલિન્ડર ભરવાનું ટેન્શન પણ અલગ થી થાય છે.

શું તમે પણ આવી બધી સમસ્યાઓનો સામનો કર્યો છે? જો તમને ખબર પડે કે તમારું સિલિન્ડર આજે સમાપ્ત થઈ જવાનું છે, તો તે કેટલું રહે. તથા તમે તમારુ નવું સિલિન્ડરને પણ બુક કરી શકો છો. તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ છે તે શોધવા માટે, પહેલા કપડાને પાણીમાં પલાળીને તેને ભીંજાવો. હવે આ ભીના કપડાથી સિલિન્ડર ફરતે જાડી લાઇન દોરો. તે પછી ૧૦ મિનિટ રાહ જુઓ. હવે તમારા સિલિન્ડરનો જે ભાગ ખાલી હશે તે ઝડપથી સુકાઈ જશે અને જ્યાં સુધી ગેસ છે ત્યાં પાણી થોડી વાર રહીને સુકાશે.

આ રીતે તમે સરળતાથી તમારા સિલિન્ડરમાં ગેસનો જથ્થો શોધી શકો છો. આની પાછળ કારણ છે કે સિલિન્ડરનો ખાલી ભાગ ગરમ હોય છે, તેથી ખાલી ભાગનું પાણી ઝડપથી સુકાઈ જાય છે અને ગેસથી ભરેલો ભાગ ઠંડો હોય છે, તેથી ઠંડા ભાગનું પાણી મોડેથી સુકાઈ છે. કેટલીક મહિલાઓ સિલિન્ડર હલાવીને અથવા ઉચકીને કેટલો ગેસ બાકી છે તે શોધવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ પદ્ધતિથી સિલિન્ડરમાં ગેસ કેટલો છે તે જાણી શકાતો નથી. કારણ કે સિલિન્ડરનો જ ખુદ એટલો વજન હોય છે કે ગેસ ઓછો હોવા છતાં પણ તે બહુ ઓછો લાગતો નથી. જ્યારે બર્નરમાં ગેસની જ્યોત ઓછી હોય છે ત્યારે ઘણા લોકો સિલિન્ડરને ઊંધું મૂકી દે છે અને પછી બાકીના ગેસનો ઉપયોગ આ રીતે કરે છે.

આવું કરવાથી થોડી વાર માટે તમારા ગેસની જ્યોત તેજસ્વી થઈ શકે છે, પરંતુ તે તમારા સિલિન્ડરને નુકસાન પહોંચાડે છે અને નુકસાનનું જોખમ વધારે છે, જે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઘણી મહિલાઓ ગેસ બર્નરને પ્રગટાવીને આગનો રંગ જોઈને સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તેનો ખ્યાલ મેળવવાનો પ્રયાસ કરે છે. આ પદ્ધતિ યોગ્ય નથી. જો કે, જ્યારે સિલિન્ડરમાં ઓછો ગેસ હોય છે, ત્યારે આગનો રંગ બદલાઇ જાય છે, પરંતુ આને કારણે સિલિન્ડરમાં ગેસનું સ્તર જાણી શકાય નહીં.

એલપીજી ગેસ સિલિન્ડરની બાજુની પટ્ટીઓ પર એક વિશેષ કોડ લખેલ છે. દરેક સિલિન્ડરનો કોડ અલગ હોય છે. આ કોડ્સ એ, બી, સી અને ડી દ્વારા ઓળખવામાં આવે છે. તેમની બાજુમાં બે-અંકનો નંબર લખ્યો છે. જેમ કે- એ ૨૪, બી ૨૫, સી ૨૬, ડી ૨૨. અહીં એ, બી, સી અને ડી નો અર્થ મહિનાનો છે. એનો ઉપયોગ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માટે થાય છે. બી એપ્રિલ, મે અને જૂન માટે વપરાય છે. સીનો ઉપયોગ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે થાય છે. ડી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માટે વપરાય છે. આ સિવાય, બે આંકડાની સંખ્યા એ વર્ષના છેલ્લા બે અંકો છે જેમાં સિલિન્ડરનું પરીક્ષણ કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *