ધારાસભ્ય પૈસાથી ઢંકાઈ ગયા, જૂનાગઢમાં લોકડાયરો યોજાયો તેમાં એટલા પૈસા ઉડ્યા કે… લાખો રૂપિયાનો વરસાદ

ડાયરામાં ભેગી થયેલ રકમ 37 ગૌશાળાઓ ને આપવામાં આવશે. સૌરાષ્ટ્રનો લોકડાયરો હોય એટલે જોવાનું જ શું!! પૈસા નો વરસાદ તો થાય જ. જૂનાગઢના મેંદરડા તાલુકામાં ગૌશાળાના લાભાર્થે આયોજિત ડાયરામાં ધારાસભ્ય જવાહર ચાવડાએ એટલો ખર્ચ કર્યો હતો કે ધારાસભ્ય દેખાવાના જ બંધ થઈ ગયા હતા. કીર્તિદાન ગઢવીના અને માયાભાઈ આહીરના ડાયરામાં લોકોએ મન મૂકીને પૈસાની વર્ષા કરી હતી.

જવાહર ચાવડા લોકડાયરામાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા પર ચલણી નોટોનો વરસાદ થયો હતો. જવાહર ચાવડા બેઠા હતા અને તેમના માથા પર એટલા પૈસા વરસ્યા કે નોટોનો ઢગલો થઈ ગયો. ધારાસભ્ય ચલણી નોટોમાં લપેટાયેલ હતા.

જવાહરભાઈ ચાવડા દ્વારા મેંદરડાના નાજાપુર રોડ પર સંતો ના સાનિધ્યમાં ગાયોના સંવર્ધન અને સંરક્ષણ માટે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી, માયાભાઇ આહીર સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. મેંદરડા, માણાવદર, વિસાવદર, કેશોદ, માળીયા સહિતના તાલુકાના મહાનુભાવો, સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *